Jai Hind

રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સી-ડેક દ્વારા ઈ-સેફહરનો પ્રારંભ

ગ્રામીણ ભારતમાં 10 લાખ સાયબર સખીઓ તૈયાર કરવા માટે સાયબર સુરક્ષા જાગૃતિ તાલીમ કાર્યક્રમ

રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) હેઠળની વૈજ્ઞાનિક સંસ્થા સી-ડેક, હૈદરાબાદ દ્વારા ગઇકાલે ’ઈ-સેફહર’ (e-safeHer) લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ એક સાયબર સુરક્ષા જાગૃતિ માટેનો તાલીમ કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ ભારતની 10 લાખ મહિલાઓને ડિજિટલ ઇકોસિસ્ટમમાં સુરક્ષિત અને આત્મવિશ્વાસ સાથે સહભાગી થવા માટે સક્ષમ બનાવવાનો ળ.
આ પહેલ ભારત સરકારના એમ.ઇ.આઇ.ટી.વાય.ના ઈન્ફોર્મેશન સિક્યુરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ઈંજઊઅ) કાર્યક્રમ હેઠળ સી-ડેક, હૈદરાબાદ દ્વારા સંચાલિત છે, જે તાલીમ સામગ્રી અને ક્ધટેન્ટ ઉપલબ્ધ કરાવશે. રિલાયન્સ ફાઉન્ડેશન ખાસ કરીને મહિલાઓના સ્વ-સહાય જૂથો (જઇંૠ) દ્વારા સમગ્ર ભારતમાં ગ્રામીણ સમુદાયોમાં આ તાલીમના પ્રસારને વેગ આપશે. મહિલાઓ માટે ડિજિટલ સમાવેશને મજબૂત કરવાની દિશામાં રિલાયન્સ ફાઉન્ડેશનનું આ વધુ એક મહત્વનું પગલું છે. ઇ-સેફહરનો ઉદ્દેશ્ય છેવાડાના વિસ્તારો સુધી સાયબર સુરક્ષા જાગૃતિ પહોંચાડવાનો છે ખાસ કરીને ગ્રામીણ ભારતની એ મહિલાઓ માટે જેઓ નાણાકીય વ્યવહારો, આજીવિકા અને આવશ્યક સેવાઓ માટે વધુ ને વધુ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે.
સાયબર સુરક્ષા જાગૃતિ અંગે સી-ડેક, હૈદરાબાદ અને રિલાયન્સ ફાઉન્ડેશન વચ્ચેના આ વ્યૂહાત્મક જોડાણમાં સુવ્યવસ્થિત તાલીમ અને સમુદાય આધારિત હસ્તક્ષેપનો સમાવેશ થાય છે. આ પહેલના લોન્ચિંગ પ્રસંગે બોલતા ભારત સરકારના ખયશઢિંના સેક્રેટરી શ્રી એસ. ક્રિષ્નન (ઈંઅજ)એ જણાવ્યું હતું કે, “ભારત સરકાર એક ’સાયબર સુરક્ષિત ભારત’ બનાવવા માટે દેશના ખૂણે ખૂણે પહોંચવાની ક્ષમતા, સહયોગ અને સ્થિતિસ્થાપકતા પર ભાર મૂકી રહી છે, એવા યુગમાં ઇ-સેહર એક રોમાંચક તક છે. આ કાર્યક્રમ દ્વારા અમે ખયશઢિં ના ઇન્ફોર્મેશન સિક્યુરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ (અજઊઅ) કાર્યક્રમના અભ્યાસક્રમ અને જ્ઞાનને એક મંચ પર લાવીશું. સી-ડેક અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી આ પહેલ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને સુરક્ષિત, સક્રિય અને સશક્ત બનાવશે. અમે એક એવા આદર્શ મોડેલની અપેક્ષા રાખીએ છીએ જેને દેશભરમાં સમાન વિચારધારા ધરાવતા ભાગીદારો સાથે મળીને વ્યાપક સ્તરે લઈ જઈ શકાય.”
રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર સુશ્રી ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “ભારતમાં ગ્રામીણ મહિલાઓ પહેલાં કરતાં વધુ ઝડપથી ઓનલાઈન આવી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશન માત્ર મહિલાઓના ડિજિટલ સમાવેશને વેગ આપવા માટે જ નહીં, પરંતુ તેઓ સુરક્ષિત રહે તે માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. અમને ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (ખયશઢિં) અને સી-ડેક સાથે ભાગીદારી કરીને ’ઇ-સેફહર’ દ્વારા સાયબર સુરક્ષા જાગૃતિ તાલીમ પૂરી પાડતા આનંદ થાય છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહિલાઓને ઓનલાઈન સુરક્ષિત રહેવા માટે કૌશલ્ય અને જ્ઞાન વિકસાવવામાં મદદ કરવાનો છે, કારણ કે તેઓ તેમના જીવન અને આજીવિકાને મજબૂત બનાવવા માટે ડિજિટલ શક્તિનો ઉપયોગ કરે છે.