Jai Hind

એચડીએફસી બેંક પરિવર્તને પાણીના 15,200થી વધુ માળખાંનું નિર્માણ કરીને ગ્રામીણ ભારતના 15 લાખ પરિવારો માટે જળ સુરક્ષામાં યોગદાન આપ્યું

બેંક છેલ્લાં એક દાયકાથી પણ વધુ સમયથી હિમાલયમાં આવેલા આઇસ સ્તૂપથી માંડીને દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં ચેકડેમ સુધી 28 રાજ્યોમાં જળ સંરક્ષણ માટેપ્રયાસરત છે

એચડીએફસી બેંકના પ્રમુખસીએસઆર પ્રોગ્રામ એચડીએફસી બેંક પરિવર્તને જાહેરાત કરી છે કે, તેમણે સમગ્ર ભારતમાં 10,430થી વધુ ગામોને આવરી લઇને અત્યાર સુધીમાં પાણીના15,289થી વધુ માળખાંનું નિર્માણ અને પુન:સ્થાપન કર્યું છે, જેના લીધે14.92 લાખ પરિવારોલાભાન્વિત થયાં છે.તેમના હેલ્થ એન્ડ હાઇજિન પિલર હેઠળ કમ્યુનિટી પ્યુરિફિકેશન સિસ્ટમ્સના માધ્યમથી950થી વધુ ગામોને પણ પીવાના શુદ્ધ પાણીની સુવિધા પ્રાપ્ત થઈ છે.
આ તમામ ભૌગોલિક વિસ્તારોમાંપાણીના વિકેન્દ્રિત વિતરણ માટે બેંકે ખેત તલાવડીઓ, ચેકડેમ, જલ મિનાર તથા શાળાઓ, આરોગ્ય કેન્દ્રો તથા ઘરો પર વરસાદી પાણીના સંગ્રહ માટેની સિસ્ટમ સહિત પાણીના માળખાંની વિશાળ શ્રેણીનું નિર્માણ અને પુન:સ્થાપન કર્યું છે.મધ્ય ભારતમાં ઠઅઝઊછ પહેલ દ્વારા લિફ્ટ ઇરિગેશન અને રિચાર્જ વેલ્સે આદિવાસી ખેડૂત સમુદાયો માટે પાણીની ઉપલબ્ધતામાં વધારો કર્યોછે.પીવાના પાણી માટેબેંકે સ્થાનિક સ્ત્રોતના વિશ્લેષણના આધારે યુવી, આરઓ અથવા મલ્ટી-સ્ટેજ ફિલ્ટરેશનનો ઉપયોગ કરીને મિની પ્યુરિફિકેશન પ્લાન્ટ્સ સ્થાપ્યા છે, જેને પાણીની સામુદાયિક ટાંકીઓ, નળના કનેક્શન અને ગુણવત્તા પર નજર રાખનારી સિસ્ટમ્સ દ્વારા ટેકો પૂરો પાડવામાં આવ્યો છે.