Jai Hind

ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

ગૌતમ અદૃાણીની કુલ સંપત્તિ વધીને ૯૨.૬ અબજ ડોલર થઈ ગઈ

ભારતીય બિઝનેસ જગતમાં એક અત્યંત પ્રભાવશાળી વળાંક આવ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના તાજેતરના ડેટા અનુસાર, ગૌતમ અદૃાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. આ સાથે જ વિશ્ર્વના અબજોપતિઓની યાદૃીમાં પણ નવો ક્રમ જોવા મળ્યો છે. ગૌતમ અદૃાણીની કુલ સંપત્તિ વધીને ઇં૯૨.૬ અબજ (આશરે ?૭.૭ લાખ કરોડ) થઈ ગઈ છે, અદૃાણી ગ્રુપના શેરોમાં આવેલા ઉછાળાને કારણે એક જ દિૃવસમાં તેમની સંપત્તિમાં ઇં૩.૫૬ અબજ ઉમેરાયા હતા.
આજે જ્યારે દૃુનિયાના અર્થતંત્રો ડગમગી રહૃાા છે અને મોટા ગજાના અબજોપતિઓ પોતાની સંપત્તિ બચાવવા મથી રહૃાા છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર ગૌતમ અદૃાણીએ લોખંડી પુરુષની માફક કમબેક કરીને આખા વિશ્ર્વને ચોંકાવી દૃીધું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, અદૃાણીએ મુકેશ અંબાણીને પછડાટ આપીને એશિયાની સૌથી ધનિક વ્યક્તિનું ગૌરવવંતું સ્થાન ફરી હાંસલ કર્યું છે. તેઓ એશિયામાં પ્રથમ અને વિશ્ર્વમાં ૧૯મા સ્થાને પહોંચી ગયા છે. આ વર્ષે જ્યાં વિશ્ર્વના ટોચના ૨૦ અબજોપતિઓમાંથી ૭ દિૃગ્ગજો (જેમાં બર્નાર્ડ આર્નોલ્ટ અને મુકેશ અંબાણી પણ સામેલ છે) નુકસાન વેઠી રહૃાા છે, ત્યાં ગૌતમ અદૃાણીએ પોતાની સંપત્તિમાં ઇં૮.૧ અબજનો ધરખમ વધારો કર્યો છે. મુકેશ અંબાણીએ આ વર્ષે ઇં૧૬.૯ અબજ ગુમાવ્યા છે, જેની સામે અદૃાણીનો આ ઉછાળો તેમની અજેય બિઝનેસ કુનેહનો પુરાવો છે.
શેરબજારમાં અદૃાણી જૂથના શેરોમાં જોરદૃાર ઉછાળો, એરપોર્ટ અને પોર્ટ ક્ષેત્રમાં દૃબદૃબો, અમેરિકામાં ચાલી રહેલા સિવિલ ફ્રોડ કેસને ફગાવી દૃેવાની અરજી પર કોર્ટની હકારાત્મક હિલચાલના કારણે રોકાણકારોનો વિશ્ર્વાસ અદૃાણી જૂથમાં વધ્યો છે.