BillionE Mobilityએક તીવ્ર ગતિએ વિકસતી ઇલેક્ટ્રિક મોબિલિટી-એઝ-એ-સર્વિસ પ્રદાતા,એ Tata Motors“p Prima E.55S મોડેલની ભારતની સૌથી મોટી EV ટ્રક ડિલિવરી પ્રાપ્ત કરી છે, જે દેશવ્યાપી ઝીરો-એમિશન ફ્રેઇટને વ્યાપક બનાવવાની કંપનીની યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન દર્શાવે છે. આ વિકાસના ભાગરૂપે, BillionE Mobility એ આ ઇલેક્ટ્રિક પ્રાઇમ મૂવર્સને તેના વિસ્તરતા હેવી-ડ્યુટી ઊટ ફ્લીટમાં એકીકૃત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
સસ્ટેનેબલ લોજિસ્ટિક્સ પ્રત્યેની તેની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા-જે અંતર્ગત કંપનીએ અત્યાર સુધી 30,00,000થી વધુ ગ્રીન કિલોમીટર્સ હાંસલ કર્યા છે, કંપનીએ વધારાના 250 યુનિટ્સનો ઓર્ડર પણ આપ્યો છે. આ વિકાસ લાંબા અંતરના પરિવહનમાં ઇલેક્ટ્રિક ટ્રકિંગની વધતી સ્વીકૃતિને દર્શાવે છે અને દેશવ્યાપી ઝીરો-એમિશન લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમ નિર્માણ તરફ કંપનીના સતત પ્રયત્નોને વધુ વેગ આપે છે.
નવી રીતે સમાવેશ કરાયેલ આ ફ્લીટને તબક્કાવાર રીતે ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી ગઈછ અને હરિયાણા જેવા મુખ્ય ફ્રેઇટ કોરિડોર્સમાં કાર્યરત કરવામાં આવશે.