નેશનલ સ્ટોક એકસચેંજના આઇપીઓની તૈયારી : રૂા. 1પ00 પ્રતિ શેરના ભાવ એ ઓફર થઇ શકે
દેશના ટોચના શેરબજાર નેશનલ સ્ટોક એકસચેંજના આઇપીઓને સેબીએ મંજૂરી આપી દીધી છે અને આગામી સમયમાં હવે એનએસઇ દ્વારા આ અંગે આખરી તૈયારી થશે. મુંબઇ શેરબજાર બાદ નેશનલ સ્ટોક એકસચેંજ પણ હવે આગામી દિવસોમાં લીસ્ટીંગમાં સામેલ થઇ જશે અને તેમાં રોકાણકારો પણ આ આઇપીઓની રાહ જોઇ રહ્યા છે. ખાસ કરીને ર0ર6ના વર્ષમાં અલગ અલગ રૂા.3 લાખ કરોડના આઇપીઓ માર્કેટમાં આવવાના સંકેત છે પરંતુ ઇરાન યુધ્ધના કારણે જે રીતે શેરબજાર અફડાતફડીમાં ફસાયુ છે તેના કારણે રીલાયન્સ જિયોનો આઇપીઓ પણ ફસાઇ ગયો છે અને તે એક વખત નેશનલ સ્ટોક એકસચેંજનો આઇપીઓ આવ્યા બાદ રીલાયન્સ જિયો માર્કેટમાં આવશે તેમ માનવામાં આવે છે. એનએસઇના આઇપીઓ સાથે દેશની ત્રણ વિમા કંપનીને જબરો ધનલાભ થાય તેવા સંકેત છે. નેશનલ ઈન્સ્યુરન્સ કંપની, ઓરીયન્ટલ ઇન્સ્યોરન્સ કંપની અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની એ ત્રણે નેશનલ સ્ટોક એકસચેંજમાં અંદાજે 7.પ0 કરોડના શેર ધરાવે છે. એકસચેંજની સ્થાપના સમયથી જ તેઓ તેની સાથે જોડાયેલા છે અને એનએસઇના આઇપીઓમાં આ ત્રણે વિમા કંપનીઓ પોતાનો ચોકકસ હિસ્સો માર્કેટમાં ઓફર ઓફ સેલમાં સામેલ કરી દેશે માનવામાં આવે છે કે નેશનલ સ્ટોક એકસચેંજનો આઇપીઓનો ભાવ રૂા.1પ00 પ્રતિ શેર રહી શકે છે અને તેના કારણે આ ત્રણે વિમા કંપનીઓને અંદાજે રૂા. 1ર000 કરોડ જેવી રકમ મળશે અને તેના કારણે સરકારને પણ હવે આ વિમા કંપનીઓમાં વધુ નાણા આપવાની જરૂર નહીં રહે. આમ અલગ અલગ સમયે જે રીતે આ કંપનીઓએ નેશનલ સ્ટોક એકસચેંજમાં રોકાણ કર્યુ હતું તે હવે તેના માટે મહત્વનો ધનલાભ લાવશે. એક તબકકે વિમા કંપનીઓમાં જે રીતે ખોટનો આંકડો વધતો જતો હતો તે સમયે સરકારે તેમાં રૂા. પ000 કરોડની મુડી નાંખવાની તૈયારી હતી પરંતુ માનવામાં આવે છે કે હવે તે જરૂર નહીં રહે જોકે આ રકમ છતાં પણ ત્રણે વિમા કંપનીઓની આર્થિક હાલતમાં કોઇ મોટો ફેરફાર થશે કે નહીં તે પ્રશ્ર્ન છે.