Jai Hind

સેન્સેક્સમાં ૭૫૭ પોઇન્ટનો કડાકો:ક્રુડ ફરી ૧૦૦ ડોલર

યુધ્ધ વિરામ છતા મંદૃી:રૂપિયો વધુ ૩૪ પ્ૌસા ત્ાૂટ્યો

જાણીતા-લાર્જકેપ શેરોમાં દૃબાણ સર્જાતા મોટા ભાગના શેરો ડાઉન

સોના-ચાંદૃીની િંકમતમાં ફરીથી મોટો ઉછાળો

મધ્ય પૂર્વમાં યુધ્ધ વિરામ વચ્ચે પણ અનિશ્ર્ચિતતા અને સંકટનો માહોલ દુર થયો ન હોવાના ગભરાટ હેઠળ શેરબજાર આજે ફરી મંદીમાં ધસી ગયું હતું. ડોલર સામે રૂપિયો વધુ ગગડ્યો હતો. ક્રૂડ પણ તેજી વચ્ચે ફરી 100 ડોલરને આંબી ગયું હતું.
ઇરાન સામેના યુધ્ધમાં અમેરિકાએ એક તરફી અને અનિશ્ર્ચિત મુદત સુધીનો યુધ્ધ વિરામ ઘોષિત કરી દીધો હતો. આ એલાનથી રાહત હતી છતાં યુધ્ધ વિરામ વચ્ચે પણ નાકાબંધી ચાલુ જ રાખવાનું એલાન કરતાં ખચકાટ સર્જાયો હતો. આ કદમથી તનાવ દુર ન થઇ શકે અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ જ રહેવાના સંજોગોમાં સપ્લાય ચેઇન અને ક્રૂડ સહિતની ચીજોની કિંમતની દ્રષ્ટિએ ચિંતા યથાવત જ રહેવાની આશંકા વ્યક્ત થતી હતી. સીઝફાયર છતાં મડાગાંઠ ન ઉકેલાય તો ફરી ભડકો સર્જાવાનું પણ જોખમ હોવાથી માહોલ સાવચેતીનો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુધ્ધનું ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આશંકા કે આશાવાદ હેઠળ તેજી-મંદીની ઉથલપાથલ યથાવત રહી શકે છે. બ્રોકરો-ઇન્વેસ્ટરોમાં સાવચેતીનું માનસ જ રહેવાની સંભાવના છે. શેરબજારમાં આજે જાણીતા-લાર્જકેપ શેરોમાં દબાણ સર્જાયું હતું. મંદી બજારે પણ એકસાઇડ, અદાણી, એનર્જી, મધર સન, અદાણી પાવર, સુઝલોન, યસ બેંક, ડેટા પેટર્ન, ટાટા કેપિટલ, પતંજલીમાં સુધારો હતો. એચસીએલ ટેકનો, ટાટા એલેક્સી, ઇન્ફોસીસ, એચડીએફસી બેંક, વોડા ફોન, વારી એનર્જી જેવા શેરોમાં ઘટાડો હતો. મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 757 પોઇન્ટના ગાબડાથી 78623 હતો તે ઉંચામાં 79031 તથા નીચામાં 78442 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટછી 164 પોઇન્ટના ઉછાળાથી 24412 હતો તે ઉંચામાં 24515 તથા નીચામાં 24352 હતો.
બીજી તરફ ક્રૂડતેલ ફરી વખત તેજીના માર્ગે દોડતા વિપરીત અસર હતી. યુધ્ધ સંકટ દૂર નહીં થયાની આશંકા વ્યક્ત થવા લાગી હતી.

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ અને સીઝફાયર વધારવાની જાહેરાત વચ્ચે બુધવારે સોના અને ચાંદૃીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્ર્વિક બજારમાં વધેલી અનિશ્ર્ચિતતાને કારણે બંને િંકમતી ધાતુઓના ભાવમાં ૧ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. ભારતીય બજારમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (સ્ઝ્રઠ) પર સોનાનો ભાવ ૧૫૩૫ રૂપિયાની તેજી સાથે ૧,૫૩,૨૦૬ રૂપિયા પર પહોંચી ગયો છે, જ્યારે ચાંદૃીનો ભાવ ૪૨૪૭ રૂપિયા વધીને ૨,૪૮,૯૪૮ રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહૃાો હતો. સોના-ચાંદૃીમાં આવેલી આ તેજી પાછળનું મુખ્ય કારણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો તાજેતરનો નિર્ણય છે.