ગ્રેડ અ+ બિઝનેસ પાકર્સ ધરાવતી બેંગલુરુ સ્થિત કમર્શિયલ ઓફિસ REIT બાગમને પ્રાઈમ ઓફિસ REIT (“”REIT””) એ તેના આઈપીઓ માટે પ્રતિ યુનિટ રૂ. 95 થી રૂ. 100નો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે.
બિડ/ઓફર મંગળવાર, 05 મે, 2026ના રોજ ખુલશે અને ગુરૂવાર, 07 મે, 2026ના રોજ બંધ થશે. એન્કર અને સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર્સ સિવાયના રોકાણકારો માટે ઓછામાં ઓછા 150 યુનિટ અને ત્યારબાદ 150 યુનિટના ગુણાકારમાં બિડ કરી શકાય છે.
આ આઈપીઓમાં p„ REIT દ્વારા રૂ. 2,390 કરોડ સુધીના નવા યુનિટ્સ ઇશ્યૂ કરવાનો (“”Fresh Issue “) અને BREP Asia III India Holding Co Vill Pte. Ltd (બ્લેકસ્ટોન સાથે સંકળાયેલી કંપની) દ્વારા રૂ. 1,015 કરોડ સુધીના યુનિટ્સના વેચાણ માટેની ઓફર (Offer for Sale”” and together with the Fresh Issue, the (“”Offer””)) નો સમાવેશ થાય છે. ફ્રેશ ઇશ્યૂમાંથી મળનાર પ્રાથમિક રકમનો આંશિક ઉપયોગ બાગમને કેપિટલ ટેક પાર્કમાં આવેલ કીડ્ઢજ્ઞિ નામના 10 લાખ ચોરસ ફૂટ વિસ્તારની તૈયાર થઈ ચૂકેલી પ્રીમિયમ એસેટની હિસ્સેદારી ખરીદી માટે થશે તેમજ બાગમને રિયો બિઝનેસ પાર્કમાં 93 ટકા હિસ્સેદારી મેળવવા માટે ફંડનો કેટલોક હિસ્સો વપરાશે. બાગમને રિયો બિઝનેસ પાર્ક 11 લાખ ચોરસ ફૂટની પ્રીમિયમ બિલ્ડિંગ છે અને સંપૂર્ણપણે એક જાણીતા અને વિદેશમાં મુખ્ય મથક ધરાવતા બહુરાષ્ટ્રીય ભાડૂઆતને લીઝ પર આપવામાં આવી છે.
આ ઓફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે અને સિક્યોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ) નિયમો, 2014 (“REIT Regulations””) તેમજ 11 જુલાઈ, 2025ના છઊઈંઝ માસ્ટર સર્ક્યુલર અનુસાર છે, જેમાં છઊઈંઝ નિયમનો મુજબ ઇશ્યૂનો મહત્તમ 75 ટકા સુધીનો હિસ્સો (સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર પોર્શનને બાદ કરતાં) ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને પ્રમાણસર ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જ્યારે લઘુતમ 25 ટકા હિસ્સો (સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર પોર્શનને બાદ કરતાં) નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.