સિમ્કા એડવર્ટાઇઝિંગ લિમિટેડ, મુંબઈ અને મહારાષ્ટ્ર સ્થિત ઘઘઇં (આઉટ-ઓફ-હોમ) એડવર્ટાઇઝિંગ કંપની તેનો આઈપીઓ લઈને આવી રહી છે. કંપની 08 મે, 2026ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગને ખોલી રહી છે, જેનું લક્ષ્ય એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા શેર સાથે રૂા.58.04 કરોડ એકત્ર કરવાનો છે.
ઇશ્યુની સાઇઝ રૂા.58.04 કરોડ છે, જેમાં પ્રત્યેક રૂા.10ના અંકિત મૂલ્ય સાથે પ્રતિ શેર રૂા.174 – રૂા.183ના પ્રાઇસ બેન્ડ સાથે ફ્રેશ ઇશ્યુ સાઇઝ 31,71,600 ઇક્વિટી શેરની છે.
ઇક્વિટી શેરની ફાળવણી
ક્યુઆઈબી (એન્કર પોર્શન સહિત) – 9,27,000 ઇક્વિટી શેર
નોન-ઈન્સ્ટિટ્યુશનલ બિડર્સ – 10,29,600 ઇક્વિટી શેર
ઈન્ડિવિડ્યુઅલ બિડર્સ – 10,56,000 ઇક્વિટી શેર
માર્કેટ મેકર – 1,59,000 ઇક્વિટી શેર
આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ એલઇડી (“લાઇટ-એમિટિંગ ડાયોડ”) સ્ક્રીનની ખરીદી અને ઇન્સ્ટોલેશન, 20 એલઇડી ડિજિટલ એડવર્ટાઈઝિંગ સ્ક્રીનના મોનીટાઇઝેશન માટે કેપિટલ વર્લ્ડ મીડિયા સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (“”CWM”) સાથે વ્યૂહાત્મક સહયોગ માટે ભંડોળ, વધારાની કાર્યકારી મૂડી જરૂરિયાતો, સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને ઇશ્યુ સંબંધિત ખર્ચ માટે ભંડોળ પૂરૂં પાડવા માટે કરવામાં આવશે. એન્કર બિડિંગ ગુરૂવાર, 07 મે, 2026ના રોજ ખુલશે. ઇશ્યુ શુક્રવાર, 08 મે, 2026ના રોજ ખુલશે અને મંગળવાર, 12 મે, 2026ના રોજ બંધ થશે.
આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર સોક્રેડેમસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ છે, અને ઇશ્યુના રજિસ્ટ્રાર ખઞઋૠ ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે.