Jai Hind

સોનાના ભાવમાં એકાએક તોિંતગ વધારો, ચાંદૃી પણ જોરદૃાર ઉછળી

ઘરેલુ બજારમાં પણ બંને કિમતી ધાતુઓ ઉછળી

કોમેક્સ પર સોનાનો ભાવ લગભગ ૧.૪૩ ટકા વધીને ૪૬૩૩ ડોલર પ્રતિ ઔંસ આસપાસ પહોંચ્યો

સોના અને ચાંદૃીમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે. વૈશ્ર્વિક બજારમાં સોનું ૧ ટકાથી વધુ ચડ્યું. જ્યારે ચાંદૃીએ પણ ઉછાળો માર્યો અને ૨ ટકા સુધી ચડી ગઈ. અત્રે જણાવવાનું કે બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નરમી જોવા મળતા આ તેજી જોવા મળી રહી છે. કોમોડિટી બજારની વાત કરીએ તો કોમેક્સ પર સોનાનો ભાવ લગભગ ૧.૪૩ ટકા વધીને ૪૬૩૩ ડોલર પ્રતિ ઔંસ આસપાસ પહોંચ્યો. જ્યારે ચાંદૃી લગભગ ૧.૩૬ ટકા ચડીને ૭૫ ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી હતી.
ૈંમ્ત્નછની વેબસાઈટ મુજબ ૯૯૯ પ્યોરિટીવાળું ૧૦ ગ્રામ સોનું ૩૦૦૦ રૂપિયા વધીને ૧૫૦૬૩૬ પર પહોંચી ગયો જે કાલે સાંજે ૧૪૭૬૩૬ રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે એક કિલો ચાંદૃીના ભાવમાં ૫૮૬૮ રૂપિયાનો વધારો જોવા મળ્યો અને ભાવ ૨૪૬૩૩૩ પર પહોંચ્યો જે કાલે ૨૪૦૪૬૫ પર બંધ થયો હતો.
આ ભાવમાં મેિંકગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. એસોસિએશન સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરે છે. આમ તો ભાવ દૃેશભરમાં માન્ય છે પરંતુ શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર હોઈ શકે છે. ભારતીય વાયદૃા બજાર સ્ઝ્રઠ પર હાલ ૧.૨૦ઁસ્ ના ભાવ જોઈએ તો ૫ જૂનના વાયદૃાવાળું ૧૦ ગ્રામ સોનું હાલ ૧.૮૦ ટકા ચડીને ૧૫૨૪૫૦ રૂપિયા પર જોવા મળી રહૃાું છે. જ્યારે ૩ જુલાઈના વાયદૃાવાળી એક કિલોગ્રામ ચાંદૃી ૩ ટકા ઉછળીને ૨૫૧૬૪૨ રૂપિયાના સ્તરે જોવા મળી છે.
વાત જાણે એમ છે કે આ તેજી પાછળ સૌથી મોટું કારણ ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલો ઘટાડો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ કહૃાું કે ઈરાન સાથે સમજૂતિ મુદ્દે સારી પ્રગતિ થઈ રહી છે. આ નિવેદૃન બાદૃ ઓઈલ બજારમાં દૃબાણ જોવા મળ્યું અને ભાવ પણ નીચે ગયો. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ લગભગ ૧૦૮ ડોલર પ્રતિ બેરલ અને ઉ્ૈં લગભગ ૧૦૦ ડોલર આસપાસ પહોંચી ગયું.
ઓઈલના ભાવમાં ઘટાડાની સીધી અસર સોના અને ચાંદૃી પર પડે છે.