Jai Hind

સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 14 આઈટીઆઈ અને પોલિટેકનિક સંસ્થાઓ સાથે કરાર

ભારત સરકારના “મેરિટાઇમ વિઝન – 2030” અને “સ્કિલ ઇન્ડિયા મિશન”ને આગળ વધારવાના સંકલ્પ સાથે જૂફક્ષ ઉયરયક્ષભય ફક્ષમ ઇંયફદુ ઈંક્ષમીતિિંશયત કશળશયિંમ દ્વારા જિલ્લાની તેમજ આસપાસની કુલ 14 આઈટીઆઈ અને પોલિટેકનિક સંસ્થાઓ સાથે ઘક્ષ-વિંય-ઉંજ્ઞબ ઝફિશક્ષશક્ષલ (ઘઉંઝ) તથા ઉીફહ જુતયિંળ જ્ઞર ઝફિશક્ષશક્ષલ (ઉજઝ) માટે ખયળજ્ઞફિક્ષમીળ જ્ઞર ઞક્ષમયતિફિંક્ષમશક્ષલ (ખજ્ઞઞ) કરવામાં આવ્યા છે. આ પ્રસંગે વિવિધ આઈટીઆઈ અને પોલિટેકનિકના પ્રિન્સિપાલશ્રીઓએ શિપયાર્ડની મુલાકાત લઈને ઉત્પાદન વિભાગો, તાલીમ સુવિધાઓ, સલામતી વ્યવસ્થા, આધુનિક મશીનરી અને કાર્યપદ્ધતિનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિપબિલ્ડિંગ અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં યુવાનો માટે રહેલી કારકિર્દીની વિશાળ તકો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને ઉદ્યોગસંગત કૌશલ્ય તાલીમ, પ્રેક્ટિકલ એક્સપોઝર અને રોજગારમુખી શિક્ષણ સાથે જોડવાનો છે. ખજ્ઞઞ અંતર્ગત વિદ્યાર્થીઓને શિપયાર્ડ ખાતે ઘક્ષ-વિંય-ઉંજ્ઞબ ઝફિશક્ષશક્ષલ, ઉીફહ ઝફિશક્ષશક્ષલ જુતયિંળ, પ્રેક્ટિકલ વર્કશોપ, ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર તેમજ નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન કંપનીના ઈઊઘ – રિયર એડમિરલ વિપિન કુમાર સક્સેના (નિવૃત્ત)એ જણાવ્યું કે ભારત સરકારના ’મેરિટાઇમ વિઝન – 2030’ને સાકાર કરવા માટે દેશને વિશાળ પ્રમાણમાં કુશળ અને ઉદ્યોગસંગત માનવબળની જરૂર પડશે. શિપબિલ્ડિંગ અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સ્થાનિક યુવાનોને પ્રેક્ટિકલ તાલીમ, આધુનિક ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર સાથે જોડવું સમયની સૌથી મોટી જરૂરિયાત છે. ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેનો આ સહયોગ માત્ર તાલીમ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં રોજગાર, અપ્રેન્ટિસશિપ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. આ કાર્યક્રમમાં કંપનીના વરિષ્ઠ અધિકારીઓ, ઇંછ ટીમ, તેમજ વિવિધ આઈટીઆઈ અને પોલિટેકનિક સંસ્થાઓના પ્રિન્સિપાલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.