ફ્રેન્કલિન ઈન્ડિયા બેંકિંગ એન્ડ પીએસયુ ડેટ ફંડે તેની સ્થાપનાના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ કેટેગરીની સૌથી જૂની સ્કીમ્સમાંની એક તરીકે, આ 12મી વર્ષગાંઠ સ્કીમની સતત વૃદ્ધિ અને ડેટ મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રમાં વિશ્વસનીય રોકાણ સોલ્યુશન તરીકે તેની મજબૂત સ્થિતિ દર્શાવે છે.
ઉચ્ચ ગુણવત્તાવાળા ફિક્સ્ડ ઇનકમ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર કેન્દ્રિત આ ફંડ મુખ્યત્વે બેંકો, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ (પીએસયુ), નાણાંકીય સંસ્થાઓ અને પસંદગીની મ્યુનિસિપલ કોર્પોરેશન્સ દ્વારા જારી કરવામાં આવેલી ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. આ વ્યૂહરચનાનો હેતુ તુલનાત્મક રીતે ઓછા ક્રેડિટ જોખમ સાથે શ્રેષ્ઠ વળતર પ્રદાન કરવાનો છે.
ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડના ચાંદની ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે, જેઓ એક વર્ષથી વધુ સમય માટે પોતાની વધારાની રકમ એવી સ્કીમ્સમાં રોકવા માંગે છે, જે ઓછી ક્રેડિટ જોખમ ધરાવતા ઉચ્ચ ગુણવત્તાવાળા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના પોર્ટફોલિયોમાંથી નિયમિત આવક પ્રદાન કરે છે.
આ ફંડ રોકાણકારોને અનુકૂળ એવી અનેક સુવિધાઓ પ્રદાન કરે છે, જેમાં કોઈ એન્ટ્રી અથવા એક્ઝિટ લોડ ન હોવાનો સમાવેશ થાય છે, જે તેને ફ્લેક્સિબલ રોકાણ વિકલ્પ તરીકે વધુ આકર્ષક બનાવે છે. રૂ. 5,000ની ન્યૂનતમ રોકાણ રકમ અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરવાની સુવિધા સાથે, આ યોજના વિવિધ પ્રકારના રોકાણકારો માટે સરળતાથી ઉપલબ્ધ રહે છે.
વ્યાજદરના બદલાતા ચક્ર વચ્ચે રોકાણકારો સતત સ્થિરતા શોધી રહ્યા છે ત્યારે, ફ્રેન્કલિન ઈન્ડિયા બેંકિંગ એન્ડ પીએસયુ ડેટ ફંડ નિયમિત આવક, મૂડીનું સંરક્ષણ અને મધ્યમ ગાળામાં સતત પ્રદર્શન મેળવવા ઇચ્છતા રોકાણકારો માટે એક સમજદારીપૂર્ણ વિકલ્પ બની રહે છે.
