મુંબઇ શેરબજારમાં આજે તેજીની રોનક છવાઇ હતી. હેવીવેઇટ-મીડકેપ સહિત તમામ ક્ષેત્રના શેરોમાં ઓલરાઉન્ડ લેવાલીથી સેન્સેક્સમાં 789 પોઇન્ટથી વધુનો ઉછાળો નોંધાયો હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ જ રહેવા સાથે વધુ તૂટ્યો હતો.
અમેરિકા-ઇરાન યુધ્ધની અર્થતંત્ર પર સંભવિત ખરાબ અસરને પહોંચી વળવા સરકારે ધડાધડ નિર્ણયો લેવાનું શરૂ કરી દેતા આર્થિક સંકટ કે મંદીની નોબત નહીં આવે અને આર્થિક વિકાસના ટારગેટને હાંસલ કરી શકાશે તેવી અટકળોથી રાહત થઇ હતી. આ આશાવાદ હેઠળ શેરબજારમાં ઓલરાઉન્ડ લેવાલી નીકળી હતી. જો કે, નબળા રૂપિયા, વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી તથા વધતા ફુગાવા-મોંઘવારીનો ખચકાટ હતો છતાં આ ઘટનાક્રમ કામચલાઉ હોવાની ગણતરીએ ડીસ્કાઉન્ટ કરી દેવાયા હતા.
