Jai Hind

Viએ આ ઉનાળામાં દરેક પ્રકારની મુસાફરીને અનુરૂપ ફ્લેક્સિબલ ઇન્ટરનેશનલ રોમિંગ પ્લાન્સ લોન્ચ કર્યા

મુસાફરોને વધુ વિકલ્પો, ફ્લેક્સિબિલિટી અને સુવિધા આપવા માટે નવી આઈઆર ઓફરિંગ્સ રજૂ કરી

અગ્રણી ટેલિકોમ ઓપરેટર ટશ એ આજે પોસ્ટપેઇડ ગ્રાહકો માટે નવી ફ્લેક્સિબલ ઇન્ટરનેશનલ રોમિંગ (આઈઆર) ઓફરિંગ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે આંતરરાષ્ટ્રીય મુસાફરોને વધુ સુવિધા, ફ્લેક્સિબિલિટી અને મૂલ્ય પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. નવા 7 દિવસ, 14 દિવસ અને 21 દિવસના પેક્સની રજૂઆત સાથે કંપનીની હાલની ઇન્ટરનેશનલ રોમિંગ ઓફરિંગ્સની શ્રેણી વધુ મજબૂત બની છે.
વ્યવસાય, મેડિકલ ટુરિઝમ, શિક્ષણ અને મનોરંજન જેવી વિવિધ જરૂરિયાતોને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી સતત વધી રહી છે, ત્યારે ગ્રાહકો હવે એવા રોમિંગ વિકલ્પોની શોધમાં છે, જે તેમની મુસાફરીની યોજનાઓ સાથે વધુ સારી રીતે મેળ ખાતા હોય. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટશ પોતાના ગ્રાહકોને વિદેશમાં રહેતી વખતે કનેક્ટેડ રહેવા માટે વધુ ફ્લેક્સિબિલિટી, વિકલ્પો અને નિયંત્રણ પ્રદાન કરી રહી છે.