Jai Hind

ટાટા AIA લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2025-26માં સહભાગી યોજનાઓના પોલિસીધારકો માટે રૂા.2,173 કરોડની અત્યાર સુધીના સૌથી વધુ બોનસની જાહેરાત કરી

રેકોર્ડ ચુકવણી, વાર્ષિક ધોરણે 18 ટકાની વૃદ્ધિ, 8.74 લાખથી વધારે પોલિસીઓને લાભ થશે

ભારતની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક ટાટા અઈંઅ લાઇફ ઇન્શ્યોરન્સે પોતાના સહભાગી (ાફિ) પોલિસીધારકો માટે 31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે રૂા.2,173 કરોડનું અત્યાર સુધીનું સર્વોચ્ચ બોનસ ચુકવવાની જાહેરાત કરી છે. આ ચુકવણીથી 8.74 લાખથી વધારે પોલિસીઓ અને એના પોલિસીધારકોને લાભ થશે, જે ગયા વર્ષના રૂા.1,842 કરોડની સરખામણીમાં 18 ટકા વધારે છે. કંપનીએ પોતાની કામગીરીના ઇતિહાસમાં અત્યાર સુધીનું જાહેર થયેલું સૌથી વધારે બોનસ છે.
આ બોનસ એ તમામ યોગ્ય વીમાયોજનાઓ પર જાહેર થયું છે, જે તેમાં સામેલ છે. આ ટાટા અઈંઅની ઉપભોક્તાઓને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદ કરવાની અને સાથે સાથે તેમના સ્વજનોની સલામતી સુનિશ્ચિત કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.
આ જાહેરાત પર ટાટા આઈઆ લાઇફ ઇન્શ્યોરન્સના એપોઇન્ટેડ એક્ચ્યુરી ક્ષિતિજ શર્માએ કહ્યું હતું કે,અમને અમારા સહભાગી પોલિસીધારકો માટે રેકોર્ડ બોનસની ચુકવણી કરવાનું વધુ એક સીમાચિહ્ન વર્ષ જાહેર કરવા પર ગર્વ છે.