ઇસુઝુ મોટર્સ લિમિટેડની પેટાકંપની અને ભારતના અગ્રણી વાણિજ્યિક વાહન નિકાસકારો પૈકી એક, ઇસુઝુ મોટર્સ ઇન્ડિયાએ આજે ઇસુઝુ ડી-મેક્સ એસ-કેબમાટે એક નવું લીઝિંગ મોડેલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં વિવિધ વ્યવસાયો માટે વાહન લીઝિંગ એ સતત પસંદગી રહી છે અને એક વિકલ્પ રહ્યું છે, આ નવા મોડેલનો ઉદ્દેશ્ય ગ્રાહકોને માલિકીના બોજ વિના વાણિજ્યિક વાહનોને ઍક્સેસ કરવા માટે એક સ્માર્ટ અને વધુ અનુકૂળ પદ્ધતિ પ્રદાન કરવાનો છે. આ કાર્યક્રમ ઇસુઝુ ડી-મેક્સ એસ-કેબપર ધ્યાન કેન્દ્રિત કરીને લોન્ચ કરવામાં આવી રહ્યો છે, જે વિવિધ વ્યવસાયિક એપ્લિકેશનોમાં તેની સ્થિરતા, વિશ્વસનીયતા, કામગીરી અને વૈવિધ્યતા માટે લોકપ્રિય છે.
આ જાહેરાત પર ટિપ્પણી કરતા, ઇસુઝુ મોટર્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેશ મિત્તલે જણાવ્યું હતું કે, ઇસુઝુએ વિશ્વસનીય, સ્થિર અને કાર્યક્ષમ વાણિજ્યિક વાહનો માટે વૈશ્વિક પ્રતિષ્ઠા બનાવી છે જે વિશ્વભરના વિવિધ બજારોમાં વ્યવસાયોને મદદ કરે છે. વિશ્વસનીય વૈશ્વિક બ્રાન્ડ તરીકે, અમે ભારતમાં અમારી હાજરીને વધુ મજબૂત કરી રહ્યા છીએ, જે અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બજાર છે. લીઝિંગ વિકલ્પ સાથે, અમે જાપાની ગુણવત્તા માટે જાણીતા ઇસુઝુવાણિજ્યિક વાહનોને ઉદ્યોગસાહસિકો માટે વધુ સુલભ અને નાણાકીય રીતે કાર્યક્ષમ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.