Jai Hind

ડીપી વર્લ્ડ મુંદ્રા 2035 સુધીમાં ભારત માટે 9.2 અબજ ડોલરની જીડીપી અસર ઊભી કરી શકે છે

નવા સ્વતંત્ર સંશોધને દર્શાવ્યું છે કે મુંદ્રા ઇન્ટરનેશનલ ક્ધટેનર ટર્મિનલ (એમઆઈસીટી) દેશભરમાં વેપારને ગતિ આપી રહ્યું છે, આર્થિક મૂલ્યનું સર્જન કરી રહ્યું છે અને આર્થિક તકોને મજબૂત બનાવી રહ્યું છે.
2003માં ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ ક્ધટેનર ટર્મિનલ તરીકે એક માઇનોર પોર્ટ ખાતે શરૂ થયેલું એમઆઈસીટી આજે ક્ધટેનર આધારિત વેપાર માટેનું મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર બની ગયું છે. આ ટર્મિનલે અત્યાર સુધીમાં 19 મિલિયનથી વધુ ક્ધટેનર્સનું સંચાલન કર્યું છે, જેમાં વર્ષ 2024 દરમિયાન 1.4 મિલિયન ટીઈયુનો સમાવેશ થાય છે. આ ટર્મિનલ પશ્ચિમ અને ઉત્તર ભારતના મહત્વપૂર્ણ ઔદ્યોગિક તેમજ વપરાશ કેન્દ્રોને સેવા આપે છે.
આજે એમઆઈસીટી ભારતને વિશ્વભરના 73 પોર્ટ્સ સાથે જોડે છે અને 19,200 ટીઈયુ સુધીની ક્ષમતા ધરાવતા ખૂબ જ વિશાળ ક્ધટેનર વેસલ્સનું સંચાલન કરે છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હી સુધી વિસ્તરેલી મલ્ટીમોડલ રેલ કનેક્ટિવિટીના આધારે આ કામગીરી વધુ મજબૂત બની છે. જેના પરિણામે સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા વધી છે અને ભારતીય ઉદ્યોગોને વૈશ્વિક બજારોમાં વધુ અસરકારક રીતે સ્પર્ધા કરવાની સગવડ મળી છે.