Jai Hind

નેસ્ટલે ઇન્ડિયા ક્લાઈમેટ અને સસ્ટેનેબિલિટી એક્શનને આગળ વધારે છે; વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે પર પોતાની પ્રતિબદ્ધતા પુન:દૃઢ કરે છે

આ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે પર, નેસ્ટલે ઇન્ડિયા ક્લાઈમેટ, રિન્યૂએબલ એનર્જી, જવાબદાર સોર્સિંગ અને સર્ક્યુલર ઇકોનોમી પહેલો જેવા ક્ષેત્રોમાં કેન્દ્રિત કાર્યવાહી દ્વારા પોતાની સસ્ટેનેબિલિટી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી રહી છે!
કુંવર હિમ્મત સિંહ, હેડ- કોર્પોરેટ અફેર્સ, સસ્ટેનેબિલિટી અને ઈજછ, નેસ્ટલે ઇન્ડિયા, કહે છે:
“અમારો સસ્ટેનેબિલિટી પ્રત્યેનો અભિગમ લાંબા ગાળાના અને મોટા પાયાના અસરકારક પરિવર્તન સર્જવા પર કેન્દ્રિત છે – અમારી કામગીરીમાં ઉત્સર્જન ઘટાડવાથી લઈને ખેડૂતોને સહાય કરવા અને જમીન સ્તરે સર્ક્યુલર સોલ્યુશન્સને આગળ વધારવા સુધી. અમે મજબૂત અને લવચીક સપ્લાય ચેઇન બનાવવા તેમજ અમારી સમગ્ર વેલ્યુ ચેઇનમાં સહયોગાત્મક કાર્યવાહી દ્વારા વધુ ટકાઉ ભવિષ્ય તરફ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”
ઓપરેશનલ ઉત્સર્જન ઘટાડવું
નેસ્ટલે ઇન્ડિયાએ 2018ની સરખામણીમાં પ્રતિ ટન ઉત્પાદન દીઠ સ્કોપ 1 અને 2 ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 70%નો ઘટાડો હાંસલ કર્યો છે, સાથે જ વ્યવસાયિક વૃદ્ધિ પણ જાળવી રાખી છે. કંપનીએ 2018ના આધાર વર્ષની સરખામણીમાં પ્રતિ ટન ઉત્પાદન દીઠ ઊર્જા વપરાશમાં 13% અને પાણી વપરાશમાં 31%નો ઘટાડો પણ નોંધાવ્યો છે!