Jai Hind

જનરાલી સેન્ટ્રલ લાઇફ ઇન્શ્યોરન્સે FY26માં રૂા.102.54 કરોડનું રેકોર્ડ બોનસ જાહેર કર્યું, જેનો 95,000થી વધુ પોલિસીધારકોને લાભ થયો

જનરાલી સેન્ટ્રલ લાઇફ ઇન્શ્યોરન્સે FY26માટે રૂા.102.54 કરોડનું બોનસ જાહેર કર્યું છે, જે સાથેગત વર્ષની તુલનામાં 21%થી વધુ વૃદ્ધિ દર્શાવી છે. બોનસની ઘોષણાને પગલે 95,000થી વધુ પોલિસીધારકોને લાભ થશે, જે પોલિસીધારકોને સાતત્યપૂર્ણ મૂલ્ય પહોંચાડવાની કંપનીની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
આ ઘોષિત બોનસ છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં લગભગ 75%ની વૃદ્ધિ દર્શાવે છે, જે કંપનીના સાતત્યપૂર્ણ પ્રદર્શન અને પોલિસીધારકોને રિવોર્ડ આપવા બાબતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ જાહેર કરાયેલ કુલ બોનસમાંથી, રૂા.35.79 કરોડ સર્વાઇવલ અને મેચ્યોરિટી લાભો દ્વારા ચૂકવવામાં આવ્યા છે, જ્યારે બાકીની રકમ આગામી નાણાકીય વર્ષોમાં ચૂકવવાપાત્ર પોલિસી લાભો તરીકે જમા થશે.
જનરાલી સેન્ટ્રલ લાઇફ ઇન્શ્યોરન્સની સહભાગી (ઙઅછ) પ્રોડક્ટ્સમાં બોનસની જાહેરાત કરવામાં આવી છે, જે પોલિસીધારકોને જીવન વીમા સુરક્ષા સાથે પાર્ટિસિપેટિંગ ફંડ દ્વારા ઉભી થયેલી સરપ્લસમાં જોડાવા સક્ષમ બનાવે છે. મુખ્ય સહભાગી ઓફર્સમાં જનરાલી સેન્ટ્રલ લાઇફટાઇમ પાર્ટનર પ્લાન અને જનરાલી સેન્ટ્રલ ન્યૂ એશ્યોર પ્લસનો સમાવેશ થાય છે.