Jai Hind

ઝેપ્ટો લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં યુડીઆરએચપી-1 ફાઇલ કર્યું

મોટાપાયે વ્યાપાર વિસ્તરણ કરનારા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સમાં નાણાંકીય વર્ષ 2024 અને નાણાંકીય વર્ષ 2026 દરમિયાન ઓર્ડર વોલ્યુમની દ્રષ્ટિએ ભારતના સૌથી ઝડપથી વિકસી રહેલા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ઝેપ્ટો લિમિટેડે સેબીમાં તેનું યુડીઆરએચપી-1 ફાઇલ કર્યું છે.
આ ઓફરમાં રૂ. 8,010 કરોડ સુધીની રકમના ફ્રેશ ઇશ્યૂ અને પ્રતિ ઇક્વિટી શેર રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા 11,34,66,566 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
ઝેપ્ટો ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો નીચે મુજબ ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે:

  1. હાલના અને નવા વિસ્તારોમાં નવા ડાર્ક સ્ટોર્સ સ્થાપીને તેના ડાર્ક સ્ટોર્સનું નેટવર્ક વિસ્તારવા
  2. હાલના ડાર્ક સ્ટોર્સના લીઝ રેન્ટલ માટે
  3. બ્રાન્ડ અંગે જાગૃતતા તથા વિઝિબિલિટી વધારવા માટે માર્કેટિંગ તથા બિઝનેસ પ્રમોશન પાછળના ખર્ચ માટે ઝેપ્ટો માર્કેટપ્લેસ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરવા
  4. અજાણ્યા સંપાદનો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથને ફંડિંગ પૂરૂં પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે