Jai Hind

શેરબજારમાં ૧૬૯૫ પોઈન્ટની તેજી

રોકાણકારોની મૂડીમાં ૧૦ લાખ કરોડની થઈ વૃધ્ધિ

ઇરાન-અમેરિકા વચ્ચે ડીલના સંકેતથી વિશ્ર્વભરના શેરબજારોમાં ઉછાળો:ડોલર સામે રૂપિયો વધીન્ો ૯૫.૦૨:ક્રુડના ભાવ ૮૯ ડોલર

અમેરિકા-ઇરાન યુધ્ધ સમાપ્ત થવાના આરે હોવાના સંકેતોને પગલે શેરબજાર-સોના-ચાંદી-રૂપિયામાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. જ્યારે ક્રૂડતેલ ઘટીને 86 ડોલરની નીચે ઉતરી ગયું હતું. ઇન્વેસ્ટરોની સંપત્તિમાં 9 લાખ કરોડથી વધુનો ઉછાળો થયો હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 75 પૈસા ઉંચકાયો હતો. વસીરસળ્રસવસીકસય રુિુયરુસિં 10 સ્ત્રસક્ર રવસીુકસસી શ્ર્વજ્સવસી કસસઞજ્સન્સી ક્ષશ્સસી.
ઇરાન યુધ્ધ મામલે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભયાનક હુમલો અટકાવવાની સાથે સમજુતી થઇ જવાના આરે હોવાનું જાહેર કરતાં ભારત સહિત એશિયાના શેરબજારોમાં જોરદાર તેજી થઇ હતી. યુધ્ધ સમાપ્ત થવાના સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે, પેટ્રોલીયમ સંકટ હળવું થશે, સપ્લાય ચેઇન નોર્મલ થવા લાગવા સહિતની આશા બંધાતા પોઝીટીવ અસર થઇ હતી. માહોલ તેજીનો થઇ ગયો હતો. શરૂઆત જ ટોપઅપ હતી અને મોટાભાગના શેરો ગ્રીનઝોનમાં હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે બંને દેશો વચ્ચે સમજુતી થઇ જવાના સંજોગોમાં ટુંકાગાળામાં કોઇ નેગેટીવ કારણ રહેતા નથી અને તેજીનો ટ્રેન્ડ શક્ય છે.શેરબજારમાં આજે ભારત પેટ્રોલીયમ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ સહિતના રીફાઇનરી શેરોમાં ઉછાળો હતો. મોતીલાલ ઓસવાલ, અશોક લેલેન્ડ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, હિન્દાલકો, ઇન્ડીગો, વોડાફોન, યસ બેંક, સુઝલોન, અપાર ઇન્ડસ્ટ્રીઝ, જે.બી. કેમીકલ્સ, પતંજલી, ટાટા કેપીટલ, વારી એનર્જી વગેરેમાં ઉછાળો હતો.