ટોટલ ઇશ્યુ સાઇઝ – પ્રત્યેક રૂા.10ના 28,48,800 ઇક્વિટી શેર સુધી
રિયાસત લાઇફસ્ટાઇલ લિમિટેડ પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો માટેની એક પ્રીમિયમ એથનિક વેર બ્રાન્ડ છે, જે પરંપરાગત કારીગરી અને આધુનિક ડિઝાઇનનું મિશ્રણ ધરાવે છે, આ કંપનીએ 18 જૂન, 2026ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનો હેતુ બીએસઇ એસએમઇ પર લિસ્ટેડ થનારા શેર સાથે રૂા.30.76 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર) એકત્ર કરવાનો છે.
આ ઇશ્યુની સાઇઝ પ્રત્યેક રૂા.10ના અંકિત મૂલ્ય પર પ્રતિ શેર રૂા.102 – રૂા.108ના પ્રાઇઝ બેન્ડ સાથે 28,48,800 ઇક્વિટી શેરની છે.
ઇક્વિટી શેરની ફાળવણી
ક્વાલિફાઇડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર – 1,36,800 ઇક્વિટી શેરથી વધુ નહીં
નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – 9,64,800 ઇક્વિટી શેરથી ઓછા નહીં
ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ – 16,00,800 ઇક્વિટી શેરથી ઓછા નહીં
માર્કેટ મેકર – 1,46,400 ઇક્વિટી શેર સુધી
આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ 4 નવા સ્ટોર્સ (શોરૂમ) ખોલવા, કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટેના મૂડીખર્ચ માટે કરવામાં આવશે. આ ઇશ્યુ ગુરૂવાર, 18 જૂન, 2026ના રોજ ખુલશે અને સોમવાર, 22 જૂન, 2026ના રોજ બંધ થશે.
આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર માર્ક કોર્પોરેટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે, અને રજિસ્ટ્રાર સ્કાયલાઇન ફાઇનાન્શિયલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ છે.
