ટાટા AIA લાઇફ ઇન્શ્યોરન્સે વધારે સ્થિરતા સાથે બજારની વધઘટમાંથી પસાર થવા રોકાણકારોને મદદ કરવા મલ્ટિફેક્ટર ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત કર્યું

નવાં ULIP લિન્ક્ડ ફંડમાં લાંબા ગાળા માટે સંપત્તિનું સ્થિર સર્જન કરવા નિયમ આધારિત, ઓછી વધઘટ ધરાવતી ઇક્વિટી વ્યૂહરચના સાથે જીવન વીમાકવચનો સમન્વય કરે છે

બજારમાં વધઘટને કારણે રોકાણકારો મટે લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યાંકો પર ટકી રહેવાનું મુશ્કેલ થઈ જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ટાટા અઈંઅ લાઇફ ઇન્શ્યોરન્સે ટાટા અઈંઅ મલ્ટિફેક્ટર ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત કર્યું છે, જે યુનિટ-લિન્ક્ડ સમાધાન છે. એની ડિઝાઇન જીવન વીમાકવચની સાથે ઇક્વિટી બજારમાં ભાગીદારી વધારવા બનાવવામાં આવી છે.
ફંડની વ્યૂહરચના: આ ફંડ નિફ્ટી 500માંથી 50 કંપનીઓને પસંદ કરે છે, જેમાં ચાર પરિબળોના સમન્વયનો ઉપયોગ કરે છે : સ્ટોકની કિંમતમાં ઓછી વધઘટ, ગુણવત્તા, મૂલ્ય અને ગતિશીલતા. ફંડ ઓછી વધઘટ ધરાવતા સ્ટોક પર ભાર મૂકે છે એટલે ઓછી વધઘટનો ટ્રેક રેકોર્ડ ધરાવતા સ્ટોકને વધારે પસંદ કરવામાં આવે છે. તેનાથી રોકાણકારોને ઇક્વિટી બજારની વૃદ્ધિનો ફાયદો ઉઠાવીને સ્થિત અને મજબૂત રોકાણની સફર નિર્ધારિત કરવામાં મદદ મળે છે.
આ ફંડ શા માટે મહત્વપૂર્ણ?: ભારતમાં લાંબા ગાળાની ઊંચી વૃદ્ધિની સંભાવના જળવાઈ રહી છે, જેથી ઉપભોગ, ઉત્પાદન, માળખાગત સુવિધાઓનો વિકાસ અને ડિજિટલ વિસ્તરણને પ્રોત્સાહન મળે છે. જોકે, બજારોની ચાલ હંમેશાં એક જ દિશામાં હોતી નથી. ફક્ત એક થીમ કે સ્ટાઇલ પર આધારિત રોકાણ કરવાના અભિગમથી જોખમ વધી શકે છે, જેથી રોકાણકારોને બજારમાં ઘટાડાનો વધારે સામનો કરવો પડી શકે છે. ટાટા અઈંઅ મલ્ટિફેક્ટર ઇન્ડેક્સ ફંડ અનેક પરિબળોનો સમન્વય કરીને ઊંચું વળતર આપવા વધઘટની સમસ્યાનું સમાધાન કરે છે. તેમાં ઓછી વધઘટનો હિસ્સો કિંમતોમાં એકાએક મોટા ફેરફારોની અસરને ઓછી કરે છે, તો ગુણવત્તા, મૂલ્ય અને ગતિશીલતા જેવા પરિબળો લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાને ટેકો આપે છે.

રિલેટેડ ન્યૂઝ