ટાટા એઆઈએ લાઇફ ઇન્સ્યોરન્સે ‘સંપૂર્ણ કેર – કેન્સર’ લોન્ચ કર્યું છે, જે ટાટા એઆઈએનો પ્રથમ એવો કેન્સર પ્લાન છે જે આવકના વિકલ્પ (ઇન્કમ રિપ્લેસમેન્ટ) સાથે આવે છે અને જેમાં દરેક પરિવારની જરૂરિયાત અનુસાર ફ્લેક્સિબલ ચુકવણીના વિકલ્પ ઉપલબ્ધ છે. કંપનીએ સાથે સાથે ‘સંપૂર્ણ કેર – કેન્સર ફંડ’ પણ રજૂ કર્યું છે, જેમાં બચત આધારિત હેલ્થ ફંડ ઉમેરવાનો વિકલ્પ છે, જે આરોગ્ય સારવાર માટે કરમુક્ત ઉપાડની સુવિધા આપે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરના આંકડા મુજબ ભારતમાં દર વર્ષે 15.7 લાખથી વધુ લોકોને કેન્સરનું નિદાન થાય છે. કેન્સર ઇન્શ્યોરન્સ અંગે જાગૃતિ વધી છે, પરંતુ એક મહત્વપૂર્ણ પાસાની હજુ પણ મોટા ભાગે અવગણના થાય છે.
કેન્સર માત્ર સારવારના બિલ જ ઊભા કરતું નથી. તે આવકમાં વિક્ષેપ લાવે છે. કારકિર્દીને અટકાવે છે અને જે લાંબા ગાળાના લક્ષ્યો માટે પરિવારો વર્ષો સુધી મહેનત કરે છે, તેને સૌથી વધુ સ્થિરતાની જરૂર હોય ત્યારે ધીમે ધીમે ખોરવી નાખે છે. આ ખામી ઓળખીને ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સે આજે એકસાથે બે મહત્વપૂર્ણ પ્રોડક્ટ – સંપૂર્ણ કેર – કેન્સર અને સંપૂર્ણ કેર – કેન્સર ફંડ લોન્ચ કર્યા છે. આ બંને મળીને કેન્સરના નિદાનથી થનારા સંપૂર્ણ નાણાંકીય અને તબીબી ખર્ચ સામે ભારતનો સૌથી વ્યાપક ઉકેલ રજૂ કરે છે.