Jai Hind

bolttનો સ્માર્ટફોન સેગમેન્ટમાં ફ્લિપકાર્ટ સાથે ભાગીદારીમાં ભારતના માર્કેટમાં પ્રવેશ

4 કરોડથી વધુ યુઝર્સ સાથે ભારતના સૌથી મોટા કનેક્ટેડ ક્ધઝ્યુમર ઇકોસિસ્ટમમાંથી એક ઊભું કર્યા બાદ હવે ફાયર-બોલ્ટ સ્માર્ટફોન કેટેગરીમાં પ્રવેશી રહ્યું છે. કંપનીએ boltt’ નામની નવી મેડ-ઇન-ઇન્ડિયા સ્માર્ટફોન બ્રાન્ડ લોન્ચ કરી છે જે ફિલપકાર્ટ અને અન્ય ડિસ્ટ્રિબ્યુશન ચેનલો પર ઉપલબ્ધ થશે.
ફાયર-બોલ્ટની વેરેબલ્સ ક્ષેત્રની લીડર કંપનીમાંથી વ્યાપક ક્ધઝ્યુમર ટેકનોલોજી કંપની તરફની સફરમાં આ એક મહત્ત્વનું પગલું છે. વર્ષોના ક્ધઝ્યુમર ઇનસાઇટ્સ અને કેટેગરી એક્સપર્ટાઇઝના આધારે બ્રાન્ડ હવે પોતાનો ક્ધઝ્યુમર-ફર્સ્ટ અભિગમ સ્માર્ટફોન કેટેગરીમાં લાવી રહી છે. જે રોજિંદા ડિજિટલ અનુભવોના કેન્દ્રમાં રહેલી કેટેગરી છે. ભારતમાં ઉત્પાદિત અને ભારતીય ક્ધઝ્યુમર્સ માટે ડિઝાઇન કરાયેલ બજ્ઞહહિં લોકલ મેન્યુફેક્ચરિંગ પ્રત્યે ફાયર-બોલ્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને સાથે જ માર્કેટની ગહન સમજને ફ્લિપકાર્ટની વ્યાપક પહોંચ સાથે જોડીને દેશભરના ક્ધઝ્યુમર્સ સુધી પોતાનો સ્માર્ટફોન પોર્ટફોલિયો પહોંચાડે છે.
આવનારો બજ્ઞહિિંં સ્માર્ટફોન પોર્ટફોલિયો ઊદજ્ઞ અને અભય સિરીઝ હેઠળ 4ૠ અને 5ૠ એમ બંને પ્રકારના અફોર્ડેબલ ડિવાઇસનો સમાવેશ કરશે. જે રિલાયેબિલિટી, ઇનોવેશન અને એક્સેસિબિલિટીના સિદ્ધાંતો પર આધારિત હશે. આધુનિક ભારતની વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલ આ પોર્ટફોલિયો, વિચારશીલ ડિઝાઇન, ભરોસાપાત્ર પરફોર્મન્સ અને રોજિંદા જરૂરિયાતો પૂરી કરતી સુવિધાઓ દ્વારા યુઝર્સની બદલાતી અપેક્ષાઓને પૂરી કરવાનો ઇરાદો ધરાવે છે.