BBN ફેમિલી એસોસિએશનનું ‘ઉડાન – બિયોન્ડ લિમિટ્સ’ લાઇફ ચેન્જિંગ સેશન ભવ્ય સફળતા સાથે સંપન્ન

600થી વધુ ભૂદેવ પરિવારોએ લીધો જીવન પરિવર્તનનો અનુભવ – ઇઇગના નવા બિઝનેસ ચેપ્ટર ‘અધ્યાય અગ્નિ’ની પણ થઈ જાહેરાત

તારીખ 27 જૂન, 2026ના રોજ રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે BBN ફેમિલી એસોસિએશન દ્વારા આયોજિત ‘ઉડાન – બિયોન્ડ લિમિટ્સ’ લાઇફ ચેન્જિંગ સેશન ભવ્ય સફળતા સાથે સંપન્ન થયું. રાજકોટ તેમજ આસપાસના વિસ્તારોમાંથી ઉપસ્થિત રહેલા 600થી વધુ ભૂદેવ પરિવારોએ આ પ્રેરણાદાયી સેશનનો લાભ લીધો અને જીવનને નવી દિશા આપતા વિચારો સાથે પરત ફર્યા.
આ અનોખા આયોજનનો વિચાર લગભગ ચાર મહિના પહેલાં ઇઇગના ડિરેક્ટર્સ અને જાણીતા લાઇફ કોચ શ્રી દીક્ષિત તેરૈયા વચ્ચે થયેલી ચર્ચા દરમિયાન જન્મ્યો હતો. શરૂઆતમાં ઇઇગના બિઝનેસ ચેપ્ટરના સભ્યો માટે બિઝનેસ લર્નિંગ સેશન યોજવાની ચર્ચા થઈ હતી, પરંતુ ત્યારબાદ સમગ્ર ભૂદેવ સમાજના પરિવારો માટે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવતું વિશાળ સેશન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો. શ્રી દીક્ષિત તેરૈયાએ પણ આ વિચારને ઉત્સાહપૂર્વક સ્વીકારી આ આયોજનમાં સંપૂર્ણ સહકાર આપ્યો.
આ આયોજનને સફળ બનાવવા માટે ઇઇગના ડિરેક્ટર્સ, ઇઇગ કોર ટીમ અને સમગ્ર ટીમ ઇઇગએ છેલ્લા ચાર મહિનાથી સતત આયોજનબદ્ધ મહેનત કરી હતી. ઇઇગના ઇવેન્ટ મેનેજમેન્ટ કોઓર્ડિનેટર્સે સમગ્ર કાર્યક્રમને યાદગાર અને સુવ્યવસ્થિત બનાવવા માટે સતત કાર્ય કર્યું, જ્યારે સોશિયલ મીડિયા ટીમે રાજકોટ સહિત અન્ય શહેરોમાં વસતા ભૂદેવ સમાજ સુધી આ સેશનની માહિતી પહોંચાડવા માટે અસરકારક ડિજિટલ અભિયાન ચલાવ્યું. પરિણામે આ સેશનને અપેક્ષા કરતાં પણ વધુ સારો પ્રતિસાદ મળ્યો.
ઇઇગના ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે સેશનમાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પોતાના સાથે માત્ર યાદો નહીં, પરંતુ ઇઇગની લાગણી પણ લઈને જાય. તે માટે તમામ સહભાગીઓને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી, જે સૌ માટે આ આયોજનને વધુ યાદગાર બનાવી ગઈ.

રિલેટેડ ન્યૂઝ