એસેટપ્લસે ભારતની આગામી પેઢીના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ તૈયાર કરવા માટે ‘હર ઘર MFD’ પહેલ શરૂ કરી

એસેટપ્લસે આજે ’હર ઘર ખઋઉ’ નામની રાષ્ટ્રવ્યાપી પહેલની જાહેરાત કરી છે. આ પહેલનો હેતુ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશનને વધુ સુલભ અને આકર્ષક વ્યાવસાયિક તક તરીકે સ્થાપિત કરવાનો તેમજ વર્તમાન અને ભાવિ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ માટે નિ:શુલ્ક જ્ઞાન અને શૈક્ષણિક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનો છે.
આ પહેલનું લોન્ચિંગ HDFC AMCના મેનેજિંગ ડિરેક્ટર અને ઈઊઘ નવનીત મુનોટ, કોટક મહિન્દ્રા અખઈના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહ, એડલવાઇઝ મ્યુચ્યુઅલ ફંડના મેનેજિંગ ડિરેક્ટર અને ઈઊઘ રાધિકા ગુપ્તા, સુંદરમ મ્યુચ્યુઅલ ફંડના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ઈઊઘ સુનીલ સુબ્રમણિયમ, તેમજ એસેટપ્લસના સ્થાપકો વિશ્રાંથ સુરેશ અને અવનીશ રાજની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
ભારતનો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ હાલમાં એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી રહ્યો છે. ઉદ્યોગની કુલ સંચાલિત સંપત્તિ (અઞખ) રૂા.81 લાખ કરોડને પાર પહોંચી ગઈ છે, જ્યારે માસિક જઈંઙ દ્વારા આશરે રૂા.31,000 કરોડનું રોકાણ થઈ રહ્યું છે. દેશભરમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. તેમ છતાં, ઝડપી ગતિએ વધતા રોકાણકાર વર્ગને સેવા આપવા માટે હાલમાં માત્ર અંદાજે 1.8 લાખ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ કાર્યરત છે. મ્યુચ્યુઅલ ફંડ હવે વધુને વધુ ભારતીય પરિવારો સુધી પહોંચી રહ્યા હોવાથી જાણકાર અને સક્ષમ ડિસ્ટ્રિબ્યુટર્સની સંખ્યા વધારવી ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પ્રાથમિકતા બની ગઈ છે.
’હર ઘર ખઋઉ’ એક સરળ પરંતુ શક્તિશાળી વિચાર પર આધારિત છે-“દરેક ઘરમાં એક ખઋઉ, દરેક ભારતીય પરિવાર માટે ઉજ્જવળ ભવિષ્ય.”

રિલેટેડ ન્યૂઝ