Amazon.in પર લેગો સર્ચમાં 50%નો વધારો નોંધાયો છે, કારણ કે તેણે ભારતમાં ઓનલાઇન માર્કેટપ્લેસમાં 100થી વધુ નવા સેટ્સ સાથે પોતાનું અત્યાર સુધીનું સૌથી મોટું સમર કલેક્શન રજૂ કર્યું

Amazon.in પર 85% માંગ એમેઝોન પ્રાઇમ સભ્યો દ્વારા ચલિત છે ખરીદી રૂપાંતરણોમાં વાર્ષિક ધોરણે 4 ગણો વધારો નોંધાય છે

અળફુજ્ઞક્ષ.શક્ષ પર લેગો માટે સર્ચમાં વાર્ષિક ધોરણે 50%નો વધારો નોંધાયો છે, જેમાં પ્રાઇમ સભ્યો સૌથી આગળ છે, જેમણે માગમાં 85%નું યોગદાન આપ્યું છે. બાળકો, લેગો (એએફઓએલ)ના પુખ્ત વયના ચાહકો, પોપ કલ્ચર ઉત્સાહીઓ અને ભેટ આપનારાઓનાં વધતા સમુદાયઇમર્સિવ બિલ્ડિંગ અનુભવો, સર્જનાત્મક આઉટલેટ્સ અને પ્રદર્શન યોગ્ય કલેક્ટિબલ્સ શોધી રહ્યા હોવાથી અળફુજ્ઞક્ષ.શક્ષ પર લેગો સેટ્સ માટે ગતિ સતત વધી રહી છે. પ્રાઇમ ડે 2026 પહેલા, અળફુજ્ઞક્ષ.શક્ષ ઓનલાઇન માર્કેટપ્લેસ પર તેના અત્યાર સુધીનાં સૌથી મોટા સમર કલેક્શનને બમણું કરી રહી છે. હવે 30થી વધુ થીમ્સમાં 100થી વધુ નવા સેટ્સ ઉપલબ્ધ છે, જેમાં સ્ટાર વોર્સ (ડેથ સ્ટાર) અને માર્વેલથી લઈને હેરી પોટર, ફાસ્ટ એન્ડ ફ્યુરિઅર સ્પીડ ચેમ્પિયન્સ અને ફૂટબોલ સિઝન કલેક્શન જેવી પ્રસિદ્ધ થીમ્સ સામેલ છે.
લેગો ગ્રુપના ક્ધટ્રી મેનેજર -ભારત ભાવના મંડને જણાવ્યું હતું કે ભારતમાં લેગો પ્રોડક્ટ્સનો પ્રતિસાદ દરેક વયજૂથોમાં સક્રિય સર્જનાત્મકતામાં વધતા આકર્ષણને પ્રતિબિંબિત કરે છે, જેમાં બાળકો રમત સાથે શીખવાનો આનંદ મેળવે છે, પુખ્ત વયના લોકો માઇન્ડફૂલ રમત અને કલેક્ટિબલ્સના જુસ્સાને શોધે છે. જેમ જેમ અમે દેશભરમાં ચાહકોને લેગો અનુભવ શોધવા અને તેની સાથે જોડાવા માટે વિસ્તાર કરી રહ્યા છીએ તેમ તેમ અળફુજ્ઞક્ષ.શક્ષ જેવા ભાગીદારોએ અમને વધુ બિલ્ડર્સ સુધી પહોંચવામાં અમારી સહાય કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. લેગો સેટ એકત્રિત કરવા, બનાવવા અને તેની સાથે આગળ વધવામાં રુચિ વધતી હોવાની સાથે અમે વધુને વધુ ભારતીયોને રમવાના આનંદ અને નિર્માણની અનંત શક્યતાઓની નજીક લાવવા માટે આતુર છીએ.

રિલેટેડ ન્યૂઝ