Jai Hind

વર્લ્ડ પ્રીમિયરમાં જોવા મળી બિલકુલ નવી નિસાન TEKTONની ઝલક: સૌથી અલગ ઓળખ સાથે હવે રસ્તા પર રજૂ થઈ રહી છે એક અનોખી એસયુવી

નિસાન મોટર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે (એનએમઆઈપીએલ) આજે ભારતમાં યોજાયેલા વર્લ્ડ પ્રીમિયર દરમિયાન નવી નિસાન ઝઊઊંઝઘગ લોન્ચ કરી હતી. ઝ280 રેન્જની પ્રારંભિક કિંમત રૂ. 14.99 લાખથી શરૂ થાય છે, જ્યારે ઝ160 રેન્જની કિંમત રૂ. 10.49 લાખથી શરૂ થાય છે. કંપનીની નવી પ્રોડક્ટ વ્યૂહરચનામાં આ લોન્ચ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ પ્રીમિયમ સી-એસયુવી તેના સેગમેન્ટમાં એકમાત્ર એવી એસયુવી છે, જેમાં તમામ વેરિઅન્ટમાં 100 ટકા ટર્બોચાર્જ્ડ એન્જિન આપવામાં આવ્યા છે. ઉપરાંત તેમાં 280ગળ ટર્બો પરફોર્મન્સ, ગૂગલ બિલ્ટ-ઇન કનેક્ટિવિટી અને સેગમેન્ટમાં અગ્રણી 700 લિટરની બૂટ સ્પેસ જેવી અનેક શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવી છે. ઝઊઊંઝઘગ દ્વારા નિસાન ભારતીય બજારના સૌથી ઝડપથી વિકસતા અને અત્યંત સ્પર્ધાત્મક એસયુવી સેગમેન્ટમાં પોતાની એસયુવી પરંપરાને નવી ઓળખ સાથે રજૂ કરી રહી છે. આ મોડલનું ઉત્પાદન ચેન્નઈ પ્લાન્ટમાં કરવામાં આવશે અને તેને કંપનીની વન કાર, વન વર્લ્ડ ફિલોસોફી હેઠળ વિકસાવવામાં આવ્યું છે. ઝઊઊંઝઘગ ભારતીય ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે તેમજ વિશ્વના અનેક દેશોમાં તેની નિકાસ પણ કરવામાં આવશે. આ સાથે નિસાનની વૈશ્વિક ઉત્પાદન અને પ્રોડક્ટ વ્યૂહરચનામાં ભારતની ભૂમિકા વધુ મજબૂત બનશે.
વર્લ્ડ પ્રીમિયર પ્રસંગે નિસાનના ચીફ પરફોર્મન્સ ઓફિસર ગુઈલોમ કાર્ટિયરે જણાવ્યું હતું કે, અમે ભારતમાં નિસાનને પહેલા કરતા વધુ મજબૂત અને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ. અમે પોતાના એસયુવી પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ અને બજાર પર પોતાનું ધ્યાન વધારી રહ્યા છીએ. નવી નિસાન ઝઊઊંઝઘગનું વર્લ્ડ પ્રીમિયર અમારા એ સંકલ્પને દર્શાવે છે જેમાં વૈશ્વિક સ્તરની પ્રોડક્ટ ક્ષમતાને સ્થાનિક ગ્રાહકોની જરૂરિયાતો સાથે સફળતાપૂર્વક જોડવામાં આવી રહી છે. ઝઊઊંઝઘગની રજૂઆત સ્પષ્ટપણે દર્શાવે છે કે નિસાન કેવી રીતે વધુ સ્પર્ધાત્મક અને ભવિષ્ય માટે તૈયાર પોર્ટફોલિયો તરફ એક સ્પષ્ટ નિર્ધાર સાથે આગળ વધી રહી છે.