30 દિવસની વેલિડિટી સાથે એન્ટરટેઈનમેન્ટ-ઓન્લી પેક લોન્ચ કર્યું
મનોરંજન હવે એકદમ વધારે સારે રીતે પરવડે તેવું બની ગયું છે. જિયોએ રૂા.55નું જિયોટીવીપ્રો પેક રજૂ કર્યું છે. આ 30 દિવસનું એક પેક છે જિયોટીવી મોબાઇલ એપના માધ્યમથી 1000થી વધુ લાઈવ ટીવી ચેનલ્સ સીધા તમારા ખિસ્સામાં એટલે કે મોબાઇલમાં લાવી દે છે.
16થી વધુ ભાષાઓમાં 1000+ ચેનલ્સ,
જેમાં 150+ પ્રીમિયમ ચેનલ્સ સામેલ
માત્ર ચાના બે કપ જેટલી કિંમતમાં, ગ્રાહકોને 16થી વધુ ભાષાઓમાં પ્રસારિત ચેનલોનો એક વિશાળ સંગ્રહ મળે છે, જેમાં બ્રોડકાસિ્ંટગ ક્ષેત્રના કેટલાક સૌથી મોટા નામોની 150થી વધુ પ્રીમિયમ ચેનલ્સનો સમાવેશ થાય છે. જેમાં મનોરંજન, ફિલ્મો, સમાચાર, બાળકોના કાર્યક્રમો, લાઈફસ્ટાઈલ અને પ્રાદેશિક સામગ્રીના સમૃદ્ધ મિશ્રણને આવરી લેતી સ્ટારપ્લસ એચડી, કલર્સ એચડી, સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન એચડી, સોની સબ એચડી, ડિસ્કવરી, એનિમલ પ્લેનેટ, સન ટીવી નેટવર્ક, ઇટીવી અને આવી અન્ય ઘણી ચેનલ્સનો સમાવેશ થાય છે.
ભારતના સૌથી મોટા બ્રોડકાસ્ટર્સ તરફથી પ્રીમિયમ ચેનલ્સ
આ પેક જિયોસ્ટાર, સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન, સન ટીવી નેટવર્ક, વર્નર બ્રધર્સ ડિસ્કવરી અને ઇટીવીની પ્રીમિયમ ચેનલોને એકસાથે લાવે છે, જે તેને વિવિધ પ્રકાર અને ભાષાઓમાં ટીવી જોતા પરિવારો માટે એક સાચો અને બધી સુવિધા એક જ જગ્યાએ આપતું પેક બનાવે છે. (નોંધ: જિયોસ્ટાર અને સોનીની સ્પોર્ટ્સ ચેનલો આ પેકનો ભાગ નથી.)
રિચાર્જ કરો, લોગ-ઈન કરો, કોઈ એક્ટિવેશનની જરૂર નથી
શરૂઆત કરવી એકદમ સરળ છે. રૂ.55 ના પેકથી રિચાર્જ કરો, ઉંશજ્ઞઝટ એપ ખોલો, તમારા ઉંશજ્ઞ નંબર સાથે લોગ-ઈન કરો અને જોવાનું શરૂ કરો. આના માટે કોઈ અલગ એક્ટિવેશન પ્રક્રિયાની જરૂર નથી, અને તમારું રિચાર્જ સફળ થતાંની સાથે જ પ્રીમિયમ ચેનલ્સ ઉપલબ્ધ થઈ જશે.