Jai Hind

એચડીએફસી બેંક ‘પરિવર્તન’ની કૌશલ્યવિકાસ અને આજીવિકા વધારવાની પહેલના માધ્યમથી 9.6 લાખ લોકોનું સશક્તિકરણ કરવામાં આવ્યું

વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડે નિમિત્તે એચડીએફસી બેંકની સીએસઆર પહેલ ‘પરિવર્તન’ દ્વારા યુવાનોને ભારતના વિકસતાઅર્થતંત્રમાં સાર્થક યોગદાન આપવા માટે જરૂરી કૌશલ્ય, જ્ઞાન અને તકો ઉપલબ્ધ કરાવવાના તેના નિરંતર પ્રયાસોને ઉજાગર કરવામાં આવ્યાં હતાં.શરૂઆતથી જ બેંકની કૌશલ્યવિકાસ અને આજીવિકા વધારવાની પહેલ દ્વારા 9.6 લાખ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં આવ્યું છે.
એચડીએફસી બેંક ‘પરિવર્તન’નો કૌશલ્યવિકાસ પ્રત્યેનો અભિગમ ઔપચારિક, પ્રમાણપત્ર આધારિત તાલીમની સાથે સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ આજીવિકા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતી વ્યાપક પહેલનું સંયોજન છે.ઉદ્યોગોને અનુરૂપ સહભાગીદારો અને એનએસડીસી સાથે સંલગ્ન સંસ્થાઓ દ્વારા સંચાલિત પ્રમાણિત અભ્યાસક્રમો થકી 1.96 લાખથી વધુ યુવાનોએ કૌશલ્યની ઔપચારિક તાલીમ મેળવી છે, જેમાં હેલ્થકેર, રીટેઇલ, લોજિસ્ટિક્સ, હોસ્પિટાલિટી, બેંકિંગ, વીમા, ઈવી મેઇન્ટેનન્સ, આઇટી અને ડિજિટલ ટેકનોલોજી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.આ અભ્યાસક્રમોની સાથે સોફ્ટ સ્કિલ્સ, ડિજિટલ સાક્ષરતા, નાણાકીય સાક્ષરતા અને પ્લેસમેન્ટ સપોર્ટ પણ આપવામાં આવે છે, જે યુવાનોને સ્થાયી રોજગારીની તકો સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે.બેંકે ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ તાલીમ પૂરી પાડવા અને ખાસ કરીને યુવતીઓ તથા વંચિત સમુદાયોના યુવાનો માટે રોજગારીની તકો સુધારવા માટે રચાયેલી વિવિધ પહેલ દ્વારા તેની કૌશલ્યવિકાસની ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવી છે.
યુવાનોના કૌશલ્યવિકાસની સાથે એચડીએફસી બેંક ‘પરિવર્તન’ દ્વારા સમુદાય આધારિત તાલીમ, ઉદ્યમના વિકાસ અને માર્કેટ સાથેના જોડાણ માટેનો ટેકો પૂરો પાડીને7.6 લાખ મહિલાઓ અને ખેડૂતો માટે આજીવિકા તથા ઉદ્યોગસાહસિકતાની તકો ઊભી કરવામાં આવી છે.આ પહેલમાં દરજીકામ, હાથવણાટ, ફૂડ પ્રોસેસિંગ, પોલ્ટ્રી ફાર્મિંગ, ડેરી મેનેજમેન્ટ, ઓર્ગેનિક ખેતી, મશરૂમની ખેતી તથા અન્ય સૂક્ષ્મ ઉદ્યોગોની તકો જેવા વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.તાલીમ ઉપરાંત લાભાર્થીઓને વેલ્યૂ ચેઇનના વિવિધ તબક્કે સાધનોની ઉપલબ્ધતા, માર્ગદર્શન, ઉત્પાદકોના જૂથો, બ્રાનિ્ંડગ, પેકેજિંગ તથા માર્કેટ સાથેના જોડાણ સહિતનો ટેકો પણ પૂરો પાડવામાં આવે છે.બેંકના પ્રભાવના મૂલ્યાંકન મુજબ, આ પ્રકારની પહેલે ખાસ કરીને મહિલાઓમાં આર્થિક ભાગીદારી અને સ્થિતિસ્થાપકતાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવી છે. સ્વ-સહાય જૂથો અને ઉદ્યમ આધારિત કાર્યક્રમો દ્વારા આવકનાસર્જન, બચતની આદત તથા નાણાકીય સ્વાવલંબનમાં સુધારો થયો છે.