Jai Hind

FY2026-27ના પ્રથમ ત્રિમાસિકમાં ગુજરાત ઇન્જેક્ટ (કેરળ) લિમિટેડનું શાનદાર પ્રદર્શન, આવકમાં 414% અને નફામાં 1,600%નો ઉછાળો

રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ઝડપથી પોતાની ઓળખ બનાવી રહેલી ગુજરાત ઇન્જેક્ટ (કેરળ) લિમિટેડ એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિકમાં નોંધપાત્ર નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીની ઓપરેશનલ આવકમાં પાંચ ગણાથી વધુ વધારો થયો છે, જ્યારે ચોખ્ખા નફામાં 1,600 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. કંપનીના જણાવ્યા મુજબ, આ વૃદ્ધિ તેના ક્લીન એનર્જી બિઝનેસ તરફના વ્યૂહાત્મક પરિવર્તનનું પરિણામ છે. મંગળવારે યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં 30 જૂન 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિકના સ્ટેન્ડઅલોન અનઓડિટેડ નાણાકીય પરિણામોને મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ કંપનીનું નામ બદલીને રિજેનોવા રિન્યુટેક લિમિટેડ (છયલયક્ષજ્ઞદફ છયક્ષયૂયિંભવ કશળશયિંમ) રાખવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી, જે કંપનીની નવી વ્યવસાયિક દિશાને પ્રતિબિંબિત કરે છે.
એપ્રિલથી જૂન 2026 દરમિયાન કંપનીની ઓપરેશન્સમાંથી આવક વધીને રૂા.12.45 કરોડ થઈ હતી, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં તે રૂા.2.42 કરોડ હતી. આમ કંપનીએ વર્ષદર વર્ષે 414 ટકાનો વધારો નોંધાવ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો કર બાદનો નફો (ઙઅઝ) વધીને રૂા.1.25 કરોડ થયો છે, જ્યારે ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં તે માત્ર રૂા.7.35 લાખ હતો. એટલે કે કંપનીએ ચોખ્ખા નફામાં લગભગ 1,600 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. પ્રતિ શેર આવક (ઊઙજ) પણ રૂા.0.05થી વધીને રૂા.0.86 થઈ છે.