Jai Hind

આર્દી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આઈપીઓ બુધવાર, 5 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે

આર્દી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેનો રૂ. 2 ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેરોનો આઈપીઓ (ઘરરયિ)બુધવાર, 5 ઓગસ્ટ, 2026ના રોજ ખોલવાની યોજના ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગ તારીખ, બિડીંગ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે મંગળવાર, 4 ઓગસ્ટ, 2026 રહેશે. જ્યારે બિડીંગ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 7 ઓગસ્ટ, 2026 રહેશે.
આ ઓફર માટે રૂ. 2 ની ફેસ વેલ્યૂ ધરાવતા દરેક ઇક્વિટી શેરનો પ્રાઇસ બેન્ડ રૂ. 50થી રૂ. 53 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 281 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 281 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ્સ લગાવી શકશે.
આ ઓફરમાં રૂ. 320 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ(વિંય ઋયિતવ ઈંતતીય) તેમજ અમુક પ્રમોટર વેચાણકર્તા શેરધારકો દ્વારા કુલ 1,99,75,000 સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. તેમાં સંદીપ અગ્રવાલ દ્વારા રૂ. 2 ની ફેસ વેલ્યૂ ધરાવતા 99,87,500 સુધીના ઇક્વિટી શેર અને નિકુંજ અગ્રવાલ (જ્ઞિંલયવિંયિ વિંય ઙજ્ઞિળજ્ઞયિિં જયહહશક્ષલ જવફયિવજ્ઞહમયતિ)દ્વારા રૂ. 2 ની ફેસ વેલ્યૂ ધરાવતા 99,87,500 સુધીના ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવશે.