Jai Hind

શેરબજારમાં નવી ‘ક્લોઝીંગ સિસ્ટમ’ની ઉથલપાથલથી ટ્રેડરોની ઉંઘ હરામ

સોમવારે છેલ્લી મીનીટોમાં નિફટીમાં મોટી તેજી બાદ ગઈકાલે ઇન્ડેક્સની વધઘટથી ઇન્વેસ્ટરો મુંઝાયા: સેન્સેક્સ-નિફટી પ્રારંભિક તેજી બાદ પટકાયા

શેરબજારમાં દાખલ થયેલા નવા ઓકશન ટ્રેડિંગ સેશન વિશે હજુ ખાસ સમજ ન પડતા ઇન્વેસ્ટરો-ટ્રેડરોની ઉંઘ હરામ થઇ ગઇ છે. નિફટી તથા નિફટી ફ્યુચર વચ્ચેના મોટા તફાવત તથા સેન્સેક્સની વધઘટના અંતરથી ટ્રેડરો સ્તબ્ધ બની ગયા છે. જાણકાર બ્રોકરો જો કે એવો દાવો કરી રહ્યા છે કે એક વખત નોર્મલ હાલત સર્જાઇ ગયા બાદ ઇન્વેસ્ટરો કે ટ્રેડરોના મનમાં કોઇ સંદેહ નહીં રહે. નવી સિસ્ટમ હોવાને કારણે વર્તમાન દેકારો છે.
સેબીની સુચનાના આધારે શેરબજાર દ્વારા ગઇકાલથી નવી ક્લોઝીંગ ટ્રેડિંગ સેશનની સિસ્ટમ લાગૂ પાડવામાં આવી છે. ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગમાં સામેલ ન હોય તેવા કેશ માર્કેટના શેરોમાં નિયત 3-30 વાગ્યા સુધીનું ટ્રેડિંગ યથાવત છે. પરંતુ ફ્યુચરમાં સામેલ શેરો માટે 3-30 થી 3-40નું ક્લોઝીંગ સેશન નકકી થયું છે. તેમાં વધઘટથી સ્પોટ અને ફ્યુચર નિફટીમાં 190 થી 200 પોઇન્ટનું અંતર સર્જાયું હતું. આ અંતર સરખા થવાની પ્રક્રિયાથી આજે પણ ટ્રેડરો-ઇન્વેસ્ટરોમાં વિટંબણા થઇ હતી.
જાણીતા શેરબ્રોકરોએ કહ્યું કે પ્રથમ દિવસ મોટા ભાવ તફાવતથી વેપાર ઉભા રાખનારા ટ્રેડરોની ઉંઘ હરામ થઇ ગઇ હતી. જો કે, આજે અંતર સરભર થતાં શ્ર્વાસ હેઠા બેઠા હતા. આ સમગ્ર સિસ્ટમ ઇન્વેસ્ટરોના હિતમાં જ છે છતાં ટ્રેડરોને યોગ્ય સમજ પડ્યા બાદ સ્થિતિ નોર્મલ થશે. ગઇકાલે નવી સિસ્ટમના પ્રથમ દિવસે નિફટી તથા ફ્યુચરના 200 પોઇન્ટના અંતરને કારણે આજે પણ ઇન્ડેક્સની વધઘટ ઇન્વેસ્ટરોને ગળે ઉતરતી નહતી.
દરમિયાન શેરબજાર આજે પ્રારંભિક તેજી બાદ રેડઝોનમાં ધકેલાયું હતું. ઉછાળે આક્રમણકારી વેચવાલીની અસર હતી. વોલાટીલીટી ઇન્ડેક્સ વધ્યાની પણ ઇફેક્ટ હતી. કાલે રિઝર્વ બેંકની ધિરાણ નીતિ પર નજર હોવાથી નફો બાંધવાનું માનસ પ્રવર્તતું હતું. નવી ક્લોઝીંગ સિસ્ટમની પણ આંશિક અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે મધ્ય પૂર્વના યુધ્ધનું ચિત્ર હજુ અસ્પષ્ટ છે. ક્રૂડમાં ફરી તેજીનો વળાંક આવ્યો હતો. ટૂંકાગાળામાં માહોલ હજુ અનિશ્ર્ચિત જ બની રહેવાની સંભાવના છે.
શેરબજારમાં આજે મોટા ભાગના સેકટેરીયલ ઇન્ડેક્સ રેડઝોનમાં હતા. સીજી પાવર, સેઇલ, સુઝલોન, એથર એનર્જી, દિપક ફર્ટીલાઇઝર, સિમેન્સ, સાઇ લાઇફસાયન્સ જેવા શેરોમાં સુધારો હતો. એલઆઇસી, ડાબર, નેસલે, એચડીએફસી બેંક, કલ્યાણ જ્વેલર્સ, વોડાફોન, યસ બેંક, પતંજલી, ટાટા કેપીટલ વગેરેમાં ઘટાડો હતો.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 316 પોઇન્ટના ઘટાડાથી 78322 હતો જે ઉંચામાં 79143 તથા નીચામાં 78211 હતો.

NSEની સ્પષ્ટતા:સોમવારનાં શેરબજારમાં કોઈ ટેકનિકલ ખામી નથી સર્જાઈ;નવી ’CAS’ પ્રણાલી અને ભાવમાં તફાવત બન્યાં ક્ધફ્યુઝનનું કારણ

F&O અને કેશ માર્કેટ વચ્ચેનાં અસામાન્ય પ્રીમિયમને પગલે બ્રોકર્સે ટ્રેડર્સને બપોરે 3 વાગ્યા સુધીમાં પોતાની પોઝિશન ક્લોઝ કરી લેવા આપી સલાહ

નેશનલ સ્ટોક એક્સચેન્જ (ગજઊ) એ સત્તાવાર સ્પષ્ટતા જારી કરીને સોમવારનાં ટ્રેડિંગમાં ટેકનિકલ ગડબડના અહેવાલોને ફગાવી દીધાં છે. એક્સચેન્જે જણાવ્યું કે નિફ્ટીમાં અંતિમ સમયે જોવા મળેલો તીવ્ર ઉછાળો કોઈ સિસ્ટમ ફેલિયર નહોતું, પરંતુ 3 ઓગસ્ટથી શરૂ કરાયેલાં નવા ’ક્લોઝિંગ ઓક્શન સેશન’ (ઈઅજ)નું પરિણામ હતું. આ સિસ્ટમ હેઠળ દર્શાવાયેલું સ્તર જ તે દિવસનું સત્તાવાર ક્લોઝિંગ લેવલ છે, જેનો મુખ્ય હેતુ ઋઘ સેગમેન્ટમાં શેરોના બંધ ભાવ નક્કી કરવાની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે.
નવી ઈઅજ પ્રણાલી હેઠળ ખરીદી અને વેચાણના તમામ ઓર્ડર્સને એક સરખા સિંગલ-પ્રાઇસ ઓક્શન દ્વારા મેચ કરવામાં આવે છે. આ ઓક્શનમાં જે ભાવ નક્કી થાય તે જ શેરનો સત્તાવાર ક્લોઝિંગ ભાવ બને છે અને તેનાં આધારે નિફ્ટીનું આખરી સ્તર ગણાય છે. દરેક સ્ટોક એક્સચેન્જ (ગજઊ અને ઇજઊ) પર ઓર્ડર બુક અલગ હોવાથી જુદા જુદા એક્સચેન્જ પર શેરના આખરી બંધ ભાવ અને ઈન્ડેક્સના લેવલમાં આંશિક તફાવત જોવા મળી શકે છે.
સોમવારે કેશ અને ફ્યુચર્સ માર્કેટ વચ્ચે અસામાન્ય પ્રીમિયમ તફાવત જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ’કોસ્ટ ઓફ કેરી’ના કારણે ફ્યુચર્સ માર્કેટ સ્પોટ (કેશ) માર્કેટ કરતાં પ્રીમિયમ પર ટ્રેડ કરતું હોય છે, પરંતુ સોમવારે બપોરે 3:15 વાગ્યા પછી કેશ માર્કેટ ફ્યુચર્સ માર્કેટ કરતાં ઊંચા પ્રીમિયમ પર ટ્રેડ થવા લાગ્યું હતું. આ અણધાર્યા ફેરફારે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ અને ટ્રેડર્સમાં ભારે ક્ધફ્યુઝન ઊભું કર્યું હતું.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અગ્રણી બ્રોકરેજ ફર્મોએ રિટેલ ક્લાયન્ટ્સ માટે વિશેષ એડવાઈઝરી જારી કરી છે. બ્રોકર્સે સલાહ આપી છે કે જ્યાં સુધી શેરબજાર આ નવી ઈઅજ પ્રણાલી સાથે સંપૂર્ણપણે અનુકૂળ ન થઈ જાય, ત્યાં સુધી ટ્રેડર્સે બપોરે 3:00 થી 3:05 વાગ્યા દરમિયાન જ પોતાની પોઝિશન ’સ્ક્વેર-ઓફ’ કરી લેવી હિતાવહ છે. આ પગલું અંતિમ સમયનાં અણધાર્યા ભાવફેરફારો અને નાણાકીય જોખમોથી બચવા માટે ભરવા જણાવાયું છે.