Jai Hind

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડનો આઈપીઓ સોમવાર, 10 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડ તેના રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેરોનો આઈપીઓ સોમવાર, 10 ઓગસ્ટ, 2026ના રોજ ખોલવાનો પ્રસ્તાવ મુકે છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગ તારીખ બિડ ઓફર ખુલવાની તારીખના અગાઉના કામકાજના દિવસ એટલે કે શુક્રવાર, 7 ઓગસ્ટ, 2026 રહેશે. જ્યારે બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 12 ઓગસ્ટ, 2026 રહેશે.
આ ઓફર માટે રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા દરેક ઇક્વિટી શેરનો પ્રાઇસ બેન્ડ રૂ. 829થી રૂ. 871 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 17 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 17 શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. ફ્લોર પ્રાઇસ અને કેપ પ્રાઇસ અનુક્રમે ઇક્વિટી શેરની ફેસ વેલ્યૂના 414.50 ગણી અને 435.50 ગણી છે. નાણાકીય વર્ષ 2026 માટે કંપનીની ડાઇલ્યુટેડ ઇપીએસના આધારે પ્રાઇસ ટ્ર અર્નિંગ્સ રેશિયો (’ઙ/ઊ’) પ્રાઇસ બેન્ડના નીચલા સ્તરે (એટલે કે ફ્લોર પ્રાઇસ) 33.98 ગણો અને ઉપરના સ્તરે (એટલે કે કેપ પ્રાઇસ) 35.70 ગણો છે, જ્યારે સમાન ઉદ્યોગની અન્ય કંપનીઓનો સરેરાશ પી/ઈ રેશિયો 55.31 ગણો છે. એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ બિડ કરનારા પાત્ર કર્મચારીઓને દરેક ઇક્વિટી શેર દીઠ રૂ. 80નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ દરમિયાન નેટવર્થ પર સરેરાશ વેઇટેડ રિટર્ન 27.06 ટકા રહ્યું છે.