Jai Hind

2030 સુધી ભારતમાં AI અને ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 350-435 અબજ અમેરિકી ડોલરના રોકાણની જરૂર: OmniScience Capital નો અહેવાલ

OmniScience Capital એ આજે પોતાનો તાજેતરનો અહેવાલ જાહેર કર્યો છે, જેમાં જણાવાયું છે કે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત અર્થવ્યવસ્થાની ઝડપથી વધી રહેલી માંગને પૂર્ણ કરવા માટે ભારતને 2030 સુધી 350 થી 435 અબજ અમેરિકી ડોલરના રોકાણની જરૂર પડશે. અહેવાલ અનુસાર, અઈં, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા લોકલાઇઝેશનની વધતી માંગ દેશના ડેટા સેન્ટર ક્ષેત્રમાં ઐતિહાસિક ક્ષમતાવર્ધનને પ્રોત્સાહન આપશે અને ભારતને વૈશ્વિક અઈં ઇકોસિસ્ટમમાં અગ્રણી સ્થાન અપાવશે.
અહેવાલ અનુસાર, ભારતની હાલની લગભગ 1.6 ગીગાવોટ (ૠઠ) કાર્યરત ડેટા સેન્ટર ક્ષમતાને વધારીને 19 થી 23 ૠઠ સુધી પહોંચાડવાની જરૂર પડશે. તેમાં પરંપરાગત ડેટા સેન્ટર માટે 12-15 ૠઠ, અઈં મોડલ ટ્રેનિંગ માટે 2-3 ૠઠ અને અઈં ઇન્ફરન્સ માટે 5-6 ૠઠ વધારાની ક્ષમતાની જરૂરિયાત રહેશે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઇ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ, ફાઇબર નેટવર્ક, અદ્યતન કૂલિંગ સિસ્ટમ્સ અને સેમિક્ધડક્ટર ઇકોસિસ્ટમમાં મોટા પાયે રોકાણ જરૂરી બનશે.
અહેવાલમાં જણાવાયું છે કે અઈં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થતું રોકાણ માત્ર ડેટા સેન્ટર નિર્માણ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ ઊર્જા, ડિજિટલ કનેક્ટિવિટી, ક્લાઉડ સેવાઓ, રિયલ એસ્ટેટ, સેમિક્ધડક્ટર, એન્જિનિયરિંગ અને ઔદ્યોગિક ઉત્પાદન સહિતના અનેક ક્ષેત્રોમાં નવી તકો ઊભી કરશે.
ઘળક્ષશજભશયક્ષભય ઈફાશફિંહના ઈઊઘ અને ઈવશયર ઈંક્ષદયતળિંયક્ષિં જિિંફયિંલશતિં ડો. વિકાસ ગુપ્તાએ જણાવ્યું, “કૃત્રિમ બુદ્ધિમત્તા માત્ર ટેક્નોલોજીકલ પરિવર્તન નથી, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થાના પુનર્નિર્માણનું શક્તિશાળી સાધન છે. ભારત પાસે આ પરિવર્તનનું નેતૃત્વ કરવાની ઐતિહાસિક તક છે. જો નીતિ, મૂડી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સમયસર અને સંકલિત રોકાણ કરવામાં આવશે, તો ભારત વૈશ્વિક અઈં વેલ્યૂ ચેઇનનું અગ્રણી કેન્દ્ર બની શકે છે. આગામી વર્ષોમાં અઈં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર્સ, ઊર્જા અને ડિજિટલ એસેટ્સ લાંબા ગાળાના રોકાણ માટે સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રો બનશે.”