શિપરોકેટ લિમિટેડ (The Company) તેના ઇક્વિટી શેરના આઈપીઓ માટેની બિડ/ઓફર બુધવાર, 12 ઓગસ્ટ, 2026ના રોજ ખુલ્લી મૂકશે.આ ઓફર માટે પ્રતિ ઇક્વિટી શેરનો પ્રાઇસ બેન્ડ રૂ. 92થી રૂ. 97 (Price Band) નક્કી કરવામાં આવ્યો છે.
રોકાણકારો ઓછામાં ઓછા 154 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 154 શેરના ગુણાંકમાં બિડ કરી શકશે Minimum Bid Lot) એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગની તારીખ મંગળવાર, 11 ઓગસ્ટ, 2026 રહેશે. બિડ/ઓફર બુધવાર, 12 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે.પ્રતિ શેર રૂ. 10ની ફેસ વેલ્યૂ ધરાવતા કુલ રૂ. 16,174.85 મિલિયન સુધીના ઇક્વિટી શેરની આ ઓફરમાં રૂ. 8,855.00 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ તથા રૂ. 7,319.85 સુધીના મૂલ્યના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારી ચોખ્ખી રકમનો ઉપયોગ મુખ્યત્વે તેના ઇમર્જિંગ બિઝનેસ અને કોર બિઝનેસ માટે માર્કેટિંગ પહેલમાં રોકાણ કરીને શિપરોકેટના પ્લેટફોર્મના વિકાસ માટે કરશે. ઉપરાંત, ઇમર્જિંગ બિઝનેસ અને કોર બિઝનેસ માટે ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતાઓના વિકાસમાં રોકાણ, કંપનીએ લીધેલી કેટલીક લોનની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી/પૂર્વચુકવણી તેમજ તેના પરના વ્યાજની ચૂકવણી, વણઓળખાયેલાહસ્તાંતરણો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથ માટે ભંડોળ પૂરું પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે આ રકમનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ છે.