હાઇ-ટેક એન્જિનિયર્સ લિમિટેડનો આઈપીઓ સોમવાર, 24 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે

હાઇ-ટેક એન્જિનિયર્સ લિમિટેડે બુધવારે જાહેરાત કરી હતી કે તેનો આઈપીઓ સોમવાર, 24 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ ગુરુવાર, 27 ઓગસ્ટ, 2026 છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ શુક્રવાર, 21 ઓગસ્ટ, 2026 છે.
ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 50થી રૂ. 53 નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 283 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 283 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.
ઓફરમાં કુલ રૂ. 600 મિલિયન (રૂ. 60 કરોડ) સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને હાલના શેરધારકો દ્વારા 1,42,89,450 ઇક્વિટી શેર સુધીની ઓફર ફોર સેલ સામેલ છે. આમાં શ્રી હેમંત તુકારામ મોંડકર દ્વારા 89,80,961 ઇક્વિટી શેર સુધી અને શ્રીમતી સુરેખા હેમંત મોંડકર દ્વારા 53,08,489 ઇક્વિટી શેર સુધીના શેરનો સમાવેશ થાય છે.
હાઇ-ટેક એન્જિનિયર્સ લિમિટેડ વિવિધ ઔદ્યોગિક ઉપયોગો માટે હાઇડ્રોલિક ફિટિંગ્સની ડિઝાઇન, ઉત્પાદન અને સપ્લાયના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપની સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં બિઝનેસ-ટુ-બિઝનેસ (બીટુબી) મોડલ હેઠળ કામ કરે છે અને ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (ઓઈએમ) તેમજ અન્ય ઔદ્યોગિક ગ્રાહકોને સેવા આપે છે. ચાર દાયકાથી વધુનો કાર્યકારી અનુભવ ધરાવતી હાય-ટેક હાલમાં ભારતમાં છ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ ચલાવે છે. આ એકમો થાણે, શિરવાલ (સતારા), કાવથે (સાતારા), નાશિક અને મધ્ય પ્રદેશના પીથમપુરમાં આવેલા બે એકમોનો સમાવેશ થાય છે.

રિલેટેડ ન્યૂઝ