નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઈન્ડિયા (ગછઅઈં) અમદાવાદમાં ગછઅઈં ફૂડ ડિલિવરી સમિટ 2026ની 5મી એડિશનમાં 5,000થી વધુ રેસ્ટોરાં માલિકો, ઉદ્યોગના 100થી વધુ અગ્રણીઓ, 3,000થી વધુ બ્રાન્ડ્સ અને 30થી વધુ શહેરોના પ્રતિનિધિઓને એક મંચ પર લાવ્યું હતું. આ સમિટમાં ભારતના રેસ્ટોરાં ઉદ્યોગના આગામી તબક્કાને આકાર આપનારા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રૂ. 1,000 કરોડની ફૂડ બ્રાન્ડ્સ ઊભી કરવી, ફૂડ ડિલિવરીના આગામી દાયકાની દિશા સમજવા તેમજ ભવિષ્યના રેસ્ટોરાંમાં ગિફ્ટ સિટી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ભૂમિકા જેવા મુદ્દા ચર્ચાયા હતા. ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે ઉદ્યોગના અગ્રણીઓ અને અન્ય હિતધારકો સાથે ભારતની રેસ્ટોરાં ઇકોસિસ્ટમના વિકાસ અને પરિવર્તન અંગે ચર્ચા કરી હતી.
પેટપૂજા દ્વારા પ્રસ્તુત અને ‘”Automate to Dominate: Tech Powers Growth થીમ સાથે યોજાયેલી આ સમિટમાં રેસ્ટોરાંચલાવતા વ્યાપારીઓ, ફૂડ બ્રાન્ડ્સ, ટેક્નોલોજી કંપનીઓ, રોકાણકારો અને ઇકોસિસ્ટમના ભાગીદારો એકત્રિત થયા હતા. દિવસ દરમિયાન વિકાસ, વિસ્તરણ, ટેક્નોલોજી, ગ્રાહકોના વર્તન અને વ્યવસાયના ટકાઉપણા જેવા વિષયો પર ચર્ચા થઈ હતી. ટેક્નોલોજીને એક અલગ વિષય તરીકે જોવાને બદલે, ચર્ચામાં એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કે એઆઈ, ઓટોમેશન, ડેટા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ હવે રેસ્ટોરાંની કામગીરી, વિસ્તરણ, માર્કેટિંગ અને ગ્રાહકો સાથેના જોડાણ અંગે લેવાતા મૂળભૂત નિર્ણયોમાં વધુને વધુ કેવી રીતે સામેલ થઈ રહ્યાં છે. સમિટ દરમિયાન મિટ્ટી કેફે, ગિફ્ટ સિટી અને ઈઝી કેટર્સ સાથે એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સાથે રેસ્ટોરાં અને ફૂડ સર્વિસ ક્ષેત્રના સમગ્ર ઇકોસિસ્ટમમાં સહયોગના નવા ક્ષેત્રો ઊભા થયા છે.
