દેશની અગ્રણી રિટેઈલ ફાઇનાન્સર્સમાંની એક એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડ (એલટીએફ) દ્વારા અમદાવાદમાં તેના બ્રાન્ડ એમ્બેસેડર જસપ્રીત બુમરાહને દર્શાવતાં ‘કોઈ ભી સપના હોલ્ડ મત કરો, એલએન્ડટી ફાઇનાન્સ ગોલ્ડ લોન કરો’ ટેગલાઇન સાથે ત્રણ નવી ટીવી જાહેરાતો (ટીવીસી) રજૂ કરી છે. આ ઝુંબેશ દ્વારા એલટીએફ તેની ગોલ્ડ લોન ઓફર માટે જાગૃતિ ફેલાવશે અને વ્યક્તિઓ, સૂક્ષ્મ- ઉદ્યોગ સાહસિકો અને ઘરોને તેમના વિકાસ, આકાંક્ષાઓ અને સપનાંઓને પાંખો આપવા માટે તેમના નિષ્ક્રિય સોનાના મૂલ્યને ઉજાગર કરવા માટે સશક્ત બનાવશે.
એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડ ના પૂર્ણ- સમયના ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી રાજુ દોડતીએ જણાવ્યું હતું કે, “એલએન્ડટી ફાઇનાન્સ અમારી લક્ષ્ય 2031 વ્યૂહરચના હેઠળ જોખમ- પ્રથમ, ટેક- પ્રથમ, અઈં- નેટિવ રિટેઈલ નાણાકીય સંસ્થામાં રૂપાંતર ચાલુ રાખવા સાથે ગોલ્ડ લોન અમારા વિકાસ એજન્ડાના મુખ્ય ચાલકોમાંની એક છે. આ ગતિને પ્રતિબિંબિત કરતાં અમારો ઉચ્ચ- ઊપજ આપતો સુરક્ષિત ગોલ્ડ લોન પોર્ટફોલિયો નાણાકીય વર્ષ 27 ના પ્રથમ કવાર્ટર માં વાર્ષિક ધોરણે 182% વધીને રૂ. 3829 કરોડ થયો, જે નાણાકીય વર્ષ 26 ના પ્રથમ કવાર્ટર માં રૂ. 1360 કરોડ હતો, જેને 343 સક્રિય ગોલ્ડ લોન શાખાઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને આ નાણાકીય વર્ષમાં કુલ ગોલ્ડ લોન શાખાઓને 800 થી વધુ વધારવાની યોજના છે. આ ઝુંબેશ અમને ઊભરતી બજારોમાં પ્રવેશવા, ગ્રાહક જોડાણને વધુ ગાઢ બનાવવા અને આગામી વર્ષોમાં સતત ઉપર તરફ જવાની ખાતરી કરવાની મંજૂરી આપે છે.”
આ જાહેરાતો હળવાશભરી ત્રણ- ફિલ્મ શ્રેણીનો વિસ્તાર કરે છે, જે આધુનિક નાણાકીય આકાંક્ષાઓની વાસ્તવિકતાઓ સાથે રમૂજને સહેલાઈથી મિશ્રિત કરે છે. ક્રિકેટર જસપ્રીત બુમરાહ એક વિશ્વસનીય સમસ્યા ઉકેલનાર તરીકે રજૂ થાય છે. પહેલી ફિલ્મમાં તે એક સંઘર્ષશીલ ખેડૂતને સોનાની લોનનો લાભ લેવાની અને તેની આવક વધારવા માટે તેના પશુધનનો વિસ્તાર કરવાની સલાહ આપે છે. બીજા દ્રશ્યમાં તે એક ઘોંઘાટિયા ગૃહિણીને તેનાં સપનાંઓને મોકૂફ રાખવાનું બંધ કરવા અને તે હંમેશાં ઇચ્છતી હતી તે ઘરકામમાં ઉપયોગી વસ્તુઓ ઘરે લાવવા માટે ગોલ્ડ લોનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે. અને ત્રીજી ફિલ્મમાં તે કિરાણા સ્ટોર માલિકને તેની ખતમ થતા માલસામાનનો ફરીથી સ્ટોક કરવા અને કામગીરી વધારવા માટે માર્ગદર્શન આપે છે.
