એપ્રિલથી ઑગસ્ટ 2026 દરમિયાન માત્ર ચાર મહિનામાં અઞખમાં રૂા.5,000 કરોડનો ઉમેરો
સમીર અરોરા દ્વારા સ્થાપિત ઇક્વિટી-કેન્દ્રિત બૂટિક મ્યુચ્યુઅલ ફંડ હાઉસ હેલિઓસ મ્યુચ્યુઅલ ફંડની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (અઞખ) રૂા.15,000 કરોડને પાર પહોંચી છે. ઑગસ્ટ 2025ની સરખામણીએ હેલિઓસના અઞખમાં 200%ની વૃદ્ધિ નોંધાઈ છે. નવેમ્બર 2023માં તેની પ્રથમ ઇક્વિટી સ્કીમ લોન્ચ થયાને ત્રણ વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.
હેલિઓસ મ્યુચ્યુઅલ ફંડના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી દેવપ્રસાદ નાયરે જણાવ્યું હતું કે, અમારી વૃદ્ધિની યાત્રામાં રોકાણકારોના વિશ્વાસ અને દેશભરના અમારા ડિસ્ટ્રિબ્યુશન પાર્ટનર્સના મજબૂત સહયોગની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ફંડ હાઉસ તેના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને બજારમાં પોતાની હાજરીનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે. હાલમાં અમારી પાસે 18,900થી વધુ ખઋઉત, 26 બેન્કો અને 380 નેશનલ તથા રિજનલ ડિસ્ટ્રિબ્યુશન પાર્ટનર્સ છે. તેમના માધ્યમથી અમારા પ્રોડક્ટ્સની પહોંચ માત્ર ટિયર-1 શહેરો સુધી મર્યાદિત નથી રહી, પરંતુ ભારતના ટિયર-2 અને ટિયર-3 શહેરો સુધી પણ વિસ્તરી રહી છે.
એપ્રિલથી ઑગસ્ટ 2026 દરમિયાન હેલિઓસ મ્યુચ્યુઅલ ફંડના અઞખમાં ₹5,000 કરોડનો વધારો થયો છે. આ વૃદ્ધિ એવા સમયે નોંધાઈ છે જ્યારે ઇક્વિટી બજારોમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી રહી હતી અને મધ્ય-પૂર્વની સ્થિતિ સહિતના વૈશ્વિક ઘટનાક્રમોને કારણે રોકાણકારો તથા વેપાર જગત માટે અનિશ્ચિતતા વધી હતી.
આ વૃદ્ધિ અંગે પ્રતિભાવ આપતાં હેલિઓસ ઇન્ડિયાના ખઉ અને ઈઊઘ શ્રી દિનશો ઇરાનીએ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ અમારા રોકાણના ફિલસૂફી અને પ્રક્રિયાઓમાં રોકાણકારોએ મૂકેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. બજારની વિવિધ પરિસ્થિતિઓ વચ્ચે પણ અમે અમારા ઊહશળશક્ષફશિંજ્ઞક્ષ ઈંક્ષદયતશિંક્ષલ (ઊઈં) ફ્રેમવર્ક પ્રત્યે સતત પ્રતિબદ્ધ રહ્યા છીએ. આ ફ્રેમવર્ક આઠ મુખ્ય સ્ક્રીનિંગ પરિબળો પર આધારિત છે અને આ શિસ્તબદ્ધ અભિગમને કારણે અમે વિવિધ બજાર પરિસ્થિતિઓમાં પણ વૃદ્ધિ હાંસલ કરી શક્યા છીએ. આગળ વધતાં અમારો ઉદ્દેશ્ય માત્ર કદમાં મોટા થવાનો નથી, પરંતુ સંશોધન, શિસ્તબદ્ધ રોકાણ અને મજબૂત ગવર્નન્સ પર આધારિત ઉચ્ચ ગુણવત્તાવાળા એસેટ મેનેજમેન્ટ બિઝનેસનું નિર્માણ ચાલુ રાખવાનો છે.
