આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે અગ્રણી કંપની OpenAI એ તેનું અત્યાર સુધીનું સૌથી સ્માર્ટ અને અદ્યતન મોડેલ ‘GPT-6 Astra’ લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ નવું AI મોડેલ વિશ્વનું સૌથી બુદ્ધિશાળી અને ચોક્કસ પરિણામ આપનારું મોડેલ છે, જે વર્ષોના સંશોધન, એડવાન્સ્ડ ટ્રેનિંગ અને એલાઇનમેન્ટનું પરિણામ છે.
ChatGPT-6 Astra ની મુખ્ય ખાસિયતો:
વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત: સોફ્ટવેર એન્જિનિયરિંગ, સાયબર સિક્યુરિટી, સાયન્સ, કમ્પ્યુટર યુઝ અને બ્રાઉઝિંગ જેવા જટિલ કાર્યોમાં આ મોડેલ અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે.
ગણિતના જટિલ પ્રશ્નોનો ઉકેલ: કઠિન ગણાતા ‘ફ્રન્ટીયરમેથ ટાયર 4’ (FrontierMath Tier 4) માં આ મોડેલે 98% સ્કોર મેળવ્યો છે. તે ગણિતના અટપટા કોયડાઓ ઉકેલવામાં મદદરૂપ થશે.
રેકોર્ડબ્રેક પર્ફોર્મન્સ: આ નવા મોડેલે ARC-AGI-3 માં 99.9% અને એક્સપ્લોઈટબેન્ચ (ExploitBench) માં 100% નો અદ્ભુત સ્કોર હાંસલ કર્યો છે.
ઝડપી અને ભૂલરહિત કામગીરી: કમ્પ્યુટર અને બ્રાઉઝર પર ઓપરેટ કરતી વખતે આ મોડેલ પ્રોફેશનલ કામકાજ ખૂબ જ ઝડપથી કરે છે. અગાઉના મોડેલ્સની સરખામણીએ તેમાં ભૂલો થવાની શક્યતા નહિવત છે.
કોને મળશે આ નવા મોડેલનો લાભ?
કંપનીના જણાવ્યા અનુસાર, ChatGPT-6 Astra હાલમાં પસંદગીના વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે.
આગામી સમયમાં આ મોડેલ ChatGPT Go, Plus, Pro, Business અને Enterprise પ્લાન ધરાવતા તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત ડેવલપર્સ અને કોર્પોરેટ ગ્રાહકો માટે OpenAI API, Microsoft Azure અને AWS Bedrock પર પણ તેનો એક્સેસ આપવામાં આવશે.