Jai Hind

મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ લિમિટેડનો આઈપીઓ બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે

મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ લિમિટેડે (એમપીઆઈએસએલ) તેના આઈપીઓની વિગતો જાહેર કરી છે. આઈપીઓ માટેની બિડીંગ પ્રક્રિયા બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026ના રોજ શરૂ થશે અને શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 322થી રૂ. 339 નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 44 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 44 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. આ ઓફરમાં રૂ. 320 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર મણિપાલ ટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા 1,43,06,785 સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
એમપીઆઈએસએલ વિશ્વભરની બેંકો, ફિનટેક કંપનીઓ, એનબીએફસી અને સરકારોને પેમેન્ટ સોલ્યુશન્સ, આઇડેન્ટિફિકેશન સોલ્યુશન્સ, સુરક્ષિત સોલ્યુશન્સ તેમજ સ્માર્ટ ટેગિંગ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) સોલ્યુશન્સ પૂરા પાડે છે. નાણાંકીય વર્ષ 2026માં કંપનીનો ભારતના ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ બજારમાં આશરે 36.4 ટકા અને ડેબિટ કાર્ડ ઇશ્યૂ બજારમાં 30.9 ટકા હિસ્સો હતો. આ સાથે કંપની વિશ્વમાં તેમજ ભારતમાં પેમેન્ટ કાર્ડના સૌથી મોટા ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત, કંપની ભારતની સૌથી મોટી નેશનલ આઇડેન્ટિટી કાર્ડ ઉત્પાદક કંપનીઓમાંની એક છે અને તેણે 12 પ્રાદેશિક ભાષાઓમાં 1 અબજથી વધુ કાર્ડનું બિલિંગ કર્યું છે. નાણાંકીય વર્ષ 2026માં એમપીઆઈએસએલે ભારતભરમાં આવેલી 10 સુવિધાઓ મારફતે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં 300થી વધુ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડી હતી.