ભારતના સૌથી અમીર અને ટોચના ઉદ્યોગપતિમાં સ્થાન પામતા ગૌત્તમ અદાણીનું અદાણી ગ્રુપ અત્યાર સુધીની સૌથી મોટી વિદેશી લોન લેવાની તૈયારીમાં છે. 2.5 અબજ ડોલરનું વિદેશી ઋણ મેળવીને સિમેન્ટ વ્યવસાયની જુની લોન રિફાઇનાન્સ કરવાનો વ્યૂહ છે. અંબુજા સિમેન્ટ તથા એસીસી જેવી સિમેન્ટ કંપની હસ્તગત કરવા અદાણી ગ્રુપે આ લોન લીધી હતી.બ્લૂમબર્ગના રીપોર્ટ પ્રમાણે અદાણી ગ્રુપ મોરેશિયસ સ્થિત કંપની એન્ડેવર ટ્રેડ ઓન્ડ ઇન્વેસ્ટમેન્ટ પાસેથી અંદાજીત 1.5 અબજ ડોલરનું ઋણ મેળવશે તેની સમય મર્યાદા 18 થી 24 મહિનાની રહેશે. ત્યારબાદ ભારતીય બેંકો પાસેથી નાણાં મેળવીને પરત ચુકવી શકશે. સ્ટેટ બેંક તથા એચડીએફસી બેંક તેમાં સામેલ થઇ શકે છે. અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક અબજ ડોલરની વિદેશી લોન લઇ શકે છે.