એસએસ રિટેલ લિમિટેડે (“Company’ or ‘SS Retail ) તેના ઇક્વિટી શેરના આઈપીઓની જાહેરાત કરી હતી. ઓફરની વિગતો આ મુજબ છે: આ ઓફરમાં . ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત રૂ. 3,600.00 મિલિયન સુધીની છે. આ ઉપરાંત, પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ સિદ્ધાર્થ ગુણવંત શાહ, દીપા સિદ્ધાર્થ શાહ, હર્ષલ કિશોર પારેખ અને ભાવિની હર્ષલ પારેખ તેમજ અન્ય શેર વેચનારા હિસ્સેદાર રાખી નરેન્દ્ર ફિરોદિયા દ્વારા . ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે, જેની કુલ કિંમત રૂ. 1,400.00 મિલિયન સુધીની છે.
એસએસ રિટેલ મોબાઇલ ફોન, એસેસરીઝ અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટેની મલ્ટી-બ્રાન્ડ રિટેલ ચેઇન છે. કંપની હાલમાં 5 રાજ્યોમાં કાર્યરત છે, જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગોવા અને ગુજરાતનો સમાવેશ થાય છે (નાણાંકીય વર્ષ 2027માં કામગીરી શરૂ કરી હતી).
એસએસ રિટેલ મેટ્રો શહેરો, મિની મેટ્રો શહેરો, ટિયર-1 શહેરો, ટિયર-2 શહેરો તથા ટિયર-3 અને તેનાથી આગળના શહેરો સહિત વિવિધ પ્રકારનાં શહેરોમાં અનેક પ્રોડક્ટ કેટેગરીમાં વેપાર કરે છે. જોકે, કંપનીનું મુખ્ય ધ્યાન ટિયર-2 અને ટિયર-3 તથા તેનાથી આગળના શહેરોમાં મોબાઇલ ફોન અને એસેસરીઝના રિટેલ વેચાણ પર રહ્યું છે. 31 માર્ચ, 2026 સુધીમાં કંપની ભારતમાં 503 સ્ટોર ચલાવતી હતી, જેમાંથી 458 સ્ટોર મહારાષ્ટ્રમાં હતા. નોલેજ કંપની રિપોર્ટ મુજબ, આ સંખ્યાને કારણે કંપની પશ્ચિમ ભારતમાં એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય પ્રદેશ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં તેમજ મહારાષ્ટ્રમાં સૌથી મોટી મોબાઇલ ફોન રિટેલ ચેઇન તરીકે સ્થાન ધરાવે છે અને તેના સમકક્ષ સ્પર્ધકોમાં ભારતમાં ત્રીજા ક્રમે સૌથી મોટી મોબાઇલ રિટેલ ચેઇન છે.