Jai Hind

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) 17 સપ્ટેમ્બર 2026ના રોજ ખૂલશે; રૂ. 1ની મૂળ કિંમત (અંકિત મૂલ્ય) ધરાવતા દરેક ઇક્વિટી શેર માટે શેર દીઠ રૂ. 1,700 – રૂ. 1,785ની પ્રાઇસ બેન્ડ નક્કી કરાઈ

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણું (ઈંઙઘ) માટે રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર દીઠ રૂ. 1,700 થી રૂ. 1,785ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.કંપનીનો પ્રારંભિક જાહેર ભરણું (ઈંઙઘ અથવા ઓફર) સબ્સ્ક્રિપ્શન માટે 17 સપ્ટેમ્બર 2026ના રોજ ખુલશે અને 21 સપ્ટેમ્બર 2026ના રોજ બંધ થશે.રોકાણકારો ન્યૂનતમ 8 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 8 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.હાલમાં રૂ. 1 ની મૂળ કિંમત ધરાવતા 2,475,000,000 ઇક્વિટી શેર અસ્તિત્વમાં છે
રૂ. 1 ની ફેસ વેલ્યુ ધરાવતો આ ઈંઙઘ એ કોર્પોરેટ વેચાણકર્તા શેરધારકો દ્વારા 126,436,650 સુધીના ઇક્વિટી શેરના વેચાણની ઓફર (ઓફર-ફોર-સેલ) છે. આ શેરધારકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ, અરાન્ડા ઇન્વેસ્ટમેન્ટ્સ (મોરેશિયસ) પ્રા. લિ., એમએસ સ્ટ્રેટેજિક (મોરેશિયસ) લિ., ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ., એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ (જજ), બેંક ઓફ બરોડા, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડનો સમાવેશ થાય છે.
આ ઇશ્યૂ જઊઇઈં ઈંઈઉછ નિયમોને અનુરૂપ ’બુક-બિલ્ડિંગ’ પ્રક્રિયા દ્વારા લાવવામાં આવી રહ્યો છે, જેમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ચઈંઇત) માટે મહત્તમ 50%, નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (ગઈંઈંત) માટે ઓછામાં ઓછા 15% અને રિટેલ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ (છઈંઈંત) માટે ઓછામાં ઓછા 35% હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે.