VENUS GROUPની ‘”Live it Now’ પહેલ, સપોર્ટ સ્ટાફના બાળકોના ભણતરની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી
અમદાવાદના આર્કિટેક્ચરલ લેન્ડસ્કેપને છેલ્લા ‘સાડા ત્રણ દાયકા’થી ગૌરવવંતી ઓળખ આપનાર ટઊગઞજ ૠછઘઞઙ એ સામાજિક ઉત્તરદાયિત્વની પોતાની સફરને એક અર્થપૂર્ણ અને નવો આયામ આપ્યો છે. છેલ્લા 35 વર્ષથી અગ્રેસર રીતે રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટી ડેવલપમેન્ટ ક્ષેત્રે ઇમારતોનું નિર્માણ કરવાથી આગળ વધીને, VENUS GROUPઆજે પોતાની વિશિષ્ટ સામાજિક પહેલ ‘કશદય શિં ગજ્ઞૂ’ ની જાહેરાત કરી છે, જે માત્ર એક અભિયાનથી પણ આગળ સમાજમાં દીર્ઘકાલીન સકારાત્મક પરિવર્તન લાવવાની એક ઉત્કૃષ્ટ વિચારધારા છે.
VENUS GROUP રક્તદાન શિબિરો અને અનેકવિધ લોકકલ્યાણના કાર્યો દ્વારા સમાજસેવામાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. પરંતુ ‘કશદય શિં ગજ્ઞૂ’ એ માત્ર એક પહેલથી પણ આગળ તમામ સેવાયજ્ઞોને એક નવી દિશા અને વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડતી ગ્રૂપની એક પ્રતિબદ્ધ અને ઉમદા વિચારધારા છે.
કોઈપણ મોટા પરિવર્તનની શરૂઆત પોતાના ઘરથી જ થવી જોઈએ, આ જ વિચાર સાથે ગ્રૂપે આ અભિયાનની શરૂઆત પોતાના જ ‘ટઊગઞજ પરિવાર’થી કરી છે. ગ્રૂપે પોતાના સપોર્ટ સ્ટાફના પરિવારના 2 થી 21 વર્ષની વયના બાળકોના ભણતરની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લીધી છે.
‘કશદય શિં ગજ્ઞૂ’ પહેલ હેઠળ ટઊગઞજ ૠછઘઞઙ આ બાળકોની સ્કૂલ-કોલેજની ફી, હોસ્ટેલ, આવવા-જવાની વ્યવસ્થા તેમજ ખાવા-પીવાની તમામ વાર્ષિક ફી ખુદ વહન કરશે, જેથી તેમના શિક્ષણમાં નિરંતરતા જળવાઈ રહે અને તેમના પરિવાર પર કોઈ પ્રકારનો આર્થિક બોજ ન પડે. આનો મુખ્ય હેતુ આ બાળકોના પરિવારોને આર્થિક રીતે સાથ આપવાનો અને તેમના ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરવાનો છે. આ પહેલનો વ્યાપ માત્ર ટઊગઞજ ૠછઘઞઙ પૂરતો જ સીમિત રહેવાનો નથી. સમયની સાથે આ અભિયાન આગળ વધીને વ્યાપક સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી પહોંચશે.