ટાટા ગ્રુપની ભારતની અગ્રણી ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમાએ આઈફોન 18 પ્રો અને આઈફોન 18 પ્રો-મેક્સનું પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો દેશભરમાં ક્રોમાના સ્ટોર્સ, ભજ્ઞિળફ.ભજ્ઞળ, ઝફફિં ગયી એપ અને બિગ બાસ્કેટ મારફતે ઉપલબ્ધ સુગમ પ્રી-બુકિંગ ઓફર હેઠળ એપલની લેટેસ્ટ ડિવાઇસીસ બુક કરાવી શકે છે. નવી પ્રોસિરીઝમાં કામગીરી અને ફોટોગ્રાફીના ક્ષેત્રે એપલની નવીનતમ ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં શક્તિશાળી અ20 પ્રોચિપ, એપલ દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલ ઈ2 વાયરલેસ મોડેમ અને ફિઝિકલ વેરિએબલ એપરચર સાથે નવા 48 મેગાપિક્સેલ ફ્યુઝન મુખ્ય કેમેરાનો સમાવેશ થાય છે.
આઈફોન 18 પ્રોસિરીઝનું પ્રી-બુકિંગ 200થી વધુ શહેરોમાં આવેલા 560થી વધુ ક્રોમાસ્ટોર્સ ઉપરાંત ભજ્ઞિળફ.ભજ્ઞળ, ઝફફિં ગયી એપ અને બિગ બાસ્કેટ પર ઉપલબ્ધ રહેશે. કિંમત અને ઉપલબ્ધતા અંગેની સંપૂર્ણ વિગતો માટે ગ્રાહકો પોતાના નજીકના ક્રોમાસ્ટોરની મુલાકાત લઈ શકે છે અથવા ભજ્ઞિળફ.ભજ્ઞળપર જઈ શકે છે.
આઈફોન 18 પ્રોસિરીઝના પ્રી-બુકિંગની વિગતો
ગ્રાહકો ક્રોમાના સ્ટોર્સ પર રૂ. 5,000માં આઈફોન 18 પ્રોઅથવા આઈફોન 18 પ્રોમેક્સનું પ્રી-બુકિંગ કરી શકે છે. ભજ્ઞિળફ.ભજ્ઞળ, ઝફફિં ગયી અને બિગ બાસ્કેટ મારફતે પ્રી-બુકિંગ માટે સંપૂર્ણ રકમની ચુકવણી કરવી પડશે. ક્રોમા ખાતે ગ્રાહકોને રૂ. 12,000 સુધીનું વિશેષ એક્સચેન્જ બોનસ મળી શકે છે. એપલ વોચ સિરીઝ 12, એપલ વોચ અલ્ટ્રા 4 અને એરપોડ્સનું ક્રોમાના સ્ટોર્સ પર રૂ. 2,000માં પ્રી-બુકિંગ કરી શકાશે. ભજ્ઞિળફ.ભજ્ઞળ, ઝફફિં ગયી અને બિગ બાસ્કેટ મારફતે પ્રી-બુકિંગ માટે સંપૂર્ણ રકમની ચુકવણી કરવી પડશે અને આ સુવિધા પહેલેથી જ શરૂ થઈ ગઈ છે.