Jai Hind

મારુતિ સુઝુકીએ સ્વિફ્ટ, ડિઝાયરઅનેબલેનોનાઓટોમેટિક S-CNG મોડેલ્સ સાથે ‘ઓટો ગ્રીન મિશન’ શરૂ કર્યું

સ્વચ્છ અને હરિત મોબિલિટી ક્ષેત્રે અગ્રેસર એવી મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (મારુતિ સુઝુકી)એ લોકપ્રિયસ્વિફ્ટ, ડિઝાયર અને બલેનો માટે ઓટોમેટિક જ-ઈગૠ મોડેલ્સ રજૂ કરીને ’ઓટો ગ્રીન મિશન’નો પ્રારંભ કર્યો છે. કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરતા આધુનિક ગ્રાહકો માટે તૈયાર કરાયેલી મારુતિ સુઝુકીની આ નવી ઓટોમેટિક જ-ઈગૠ કાર શ્રેણીશ્રેષ્ઠ ઈંધણ કાર્યક્ષમતા સાથે ઓટોમેટિક કાર ચલાવવાની સુવિધા પૂરી પાડે છે. આ શ્રેણીમાં ડિઝાયરઓટોમેટિક જ-ઈગૠ 36.47કીમી/કિગ્રા*ની ઈંધણ કાર્યક્ષમતા સાથે ભારતની સૌથી વધુ ઈંધણ કાર્યક્ષમ સેડાન કાર બની છે.
મારુતિ સુઝુકીની નવી ઓટોમેટિક જ-ઈગૠ કાર શ્રેણી રજૂ કરતાંમારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના માર્કેટિંગ અને સેલ્સ વિભાગના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પાર્થો બેનર્જીએ જણાવ્યું હતું કે, “અમે મારુતિ સુઝુકીમાં હંમેશાં અમારા ગ્રાહકોની વાત સાંભળીએ છીએ. આધુનિક ભારતીય શહેરોમાં થઈ રહેલા ઝડપી વિકાસને કારણેનવા યુગના ગ્રાહકો ટ્રાફિકની સ્થિતિમાં ઈંધણ કાર્યક્ષમતા અને પર્ફોર્મન્સ સાથે બાંધછોડ કર્યા વિના ઓટોમેટિક કારની સુવિધા ઈચ્છે છે. ’ઓટો ગ્રીન મિશન’ હેઠળઅમારી નવી ઓટોમેટિક જ-ઈગૠ મોડેલ શ્રેણી આજના મહત્વકાંક્ષીગ્રાહકો માટે એકદમ યોગ્ય છે, જેઓ શ્રેષ્ઠ સુવિધાઓ અને કાર્યક્ષમતા એમ બંનેનો લાભ મેળવવા માગે છે. સ્વિફ્ટ, ડિઝાયરઅનેબલેનોદેશની સૌથી વધુ વેચાતી કારમાંની કેટલીક છે; ઓટોમેટિક જ-ઈગૠ મોડેલ્સની રજૂઆત ચોક્કસપણે ગ્રાહકોને આનંદિત કરશે અને આ અદભુત કાર વધુ લોકોના દિલ જીતશે.”