ક્ધઝ્યુમર અને કોર્પોરેટ ઇકોસિસ્ટમમાં ભારતની સોવરિન ડિજિટલ કરન્સીનો વ્યાપ વધારવા માટે ડિજિટલ રૂપિયાના નવા યુઝ કેસ રજૂ કરવામાં આવ્યાં
એચડીએફસી બેંક દ્વારા ડિજિટલ રૂપિયા (સીબીડીસી)ના એવા અનેક યુઝ કેસ રજૂ કરવામાં આવ્યાં,જે ક્ધઝ્યુમરોનારોજિંદા અનુભવો તેમજ કોર્પોરેટ ઉપયોગોમાં ભારતની સોવરિન ડિજિટલ કરન્સીની વધતી જતી પ્રાસંગિકતાને દર્શાવે છે.ગત અઠવાડિયે એક ઇન્ડસ્ટ્રી ફોરમમાં રજૂ કરવામાં આવેલી આ પહેલ વ્યવહારુ ઉપયોગિતા, નિયમનકારી અનુપાલન અને વ્યાપક સુલભતા પર પ્રકાશ પાડે છે,જે ડિજિટલ રૂપિયાને ભારતના ડિજિટલ અર્થતંત્રમાં રોજિંદા જીવનનું એક સરળતાથી ઉપયોગમાંલઈ શકાય તેવું અભિન્ન અંગ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
1.ક્રેડિટ કાર્ડ રીવોર્ડ પોઇન્ટ રીડમ્પશન:ટૂંક સમયમાં ક્રેડિટ કાર્ડના રીવોર્ડ પોઇન્ટ્સને કોઈપણ બ્રાન્ડ-સ્પેસિફિકરીવોર્ડ વાઉચરની જેમ ડિજિટલ રૂપિયા સામે રીડીમ કરી શકાશે.ગ્રાહકો ડાઇનિંગ, ફ્યુઅલ, એપરલ કે ઇલેક્ટ્રોનિક્સ જેવી વિવિધ કેટેગરીમાં રીવોર્ડ્સને રીડીમ કરી શકશે અને છેલ્લાં બાકી બચેલા પૈસા સુધી તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશેે.
- કસ્ટમર પ્રમોશનમાં ગિફ્ટ વાઉચર્સ:પ્રમોશનલ કેમ્પેઇનમાં ડિજિટલ રૂપિયાના ગિફ્ટ વાઉચર્સનો સમાવેશ કરવામાં આવશે અનેગ્રાહકો દ્વારા યોગ્ય શરતો પૂરીકરવા પર બેંક તેને આપમેળે એક્ટિવેટ કરી શકશે.
- કર્મચારીઓના ભથ્થાં અને ભરપાઈ માટે ડિજિટલ રુપી કોર્પોરેટ પોર્ટલ:સંસ્થાઓ ટૂંક સમયમાં એચડીએફસી બેંકમાં રહેલા તેમના કોર્પોરેટ નેટ-બેન્કિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાની જાતે કર્મચારીઓના ભોજન, ફ્યુઅલ અને મુસાફરીના ભથ્થાંને સીધા ડિજિટલ રુપીમાં ચૂકવી શકશે.
- ઇઇંઈંખ મારફતે વ્યાપક ઍક્સેસ:એચડીએફસી બેંકના ડિજિટલ રુપી વોલેટ્સ ઇઇંઈંખપર ઉપલબ્ધ હશે,જેના માધ્યમથી ગ્રાહકો પોતાના સીબીડીસી વોલેટમાંથી સીધું યુપીઆઈ-સ્ટાઇલ પેમેન્ટ કરી શકશે.
- ફ્લાઇટમાં ચૂકવણી કરવા માટે ઑફલાઇન સીબીડીસી:સીબીડીસીને ટેરેસ્ટ્રિયલ કનેક્ટિવિટીથી આગળ વધારવાથી,ગ્રાહકો ટૂંક સમયમાં ફ્લાઇટમાં ખાણી-પીણી અથવા સીટ અપગ્રેડ કરવા માટે એચડીએફસી બેંકના પીઓએસ ડીવાઇઝપર પોતાનો ફોન ટેપ કરીને ચૂકવણી કરી શકશે.
