હિલહાઉસ સમર્થિત એલિવેટ કેમ્પસિસ લિમિટેડે તેના રૂ. 2,100 કરોડના પ્રારંભિક જાહેર ભરણા માટે જાહેર સબ્સ્ક્રિપ્શન શરૂ થવાના એક દિવસ અગાઉ એન્કર રોકાણકાર હિસ્સામાં સંપૂર્ણ સબ્સ્ક્રિપ્શન નોંધાવ્યું છે. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 945 કરોડ ઊભા કર્યા છે. આ ઇશ્યુને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી ભારે પ્રતિસાદ મળ્યો છે. જઇઈં ખઋ એ સૌથી મોટો હિસ્સો લીધો છે. અન્ય અગ્રણી રોકાણકારોમાં ઇંઉઋઈ ખઋ, 360 ઘક્ષય, ઠવશયિં ઘફસ ખઋ, ખશફિય અતતયિં ખફક્ષફલયળયક્ષિં અને ઇફક્ષમવફક્ષ ખઋનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઝઅઝઅ અઈંૠ ૠયક્ષ ઈંક્ષતીફિક્ષભય જેવી વીમા કંપનીઓએ પણ ભાગ લીધો છે.
એન્કર ફાળવણીમાં 20થી વધુ રોકાણકારોએ ભાગ લીધો છે, જેમાં નોર્વેના સરકારી પેન્શન ફંડ તરીકે ઓળખાતું ગજ્ઞલિયત પણ સામેલ છે.
આઇપીઓ જાહેર સબ્સ્ક્રિપ્શન માટે બુધવાર, 23 સપ્ટેમ્બર 2026ના રોજ ખુલ્યો છે અને શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2026ના રોજ બંધ થશે.
એલિવેટ કેમ્પસિસ ભારત અને મધ્ય પૂર્વમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના પરિસરમાં વિદ્યાર્થીઓના રહેઠાણની માલિકી ધરાવતું, તેનું સંચાલન અને વ્યવસ્થાપન કરતું તેમજ શાળાકીય શિક્ષણ ક્ષેત્રની સંપત્તિઓની માલિકી ધરાવતું સૌથી મોટું સંસ્થાકીય અને સ્વતંત્ર શિક્ષણ પ્લેટફોર્મ છે.
17 સપ્ટેમ્બર 2026ના પ્રોસ્પેક્ટસ અનુસાર, 31 માર્ચ 2026 સુધીમાં તેની માલિકીની સંપત્તિઓમાં 20,368 પથારીઓ ધરાવતા વિદ્યાર્થીઓના રહેઠાણના સાત પરિસરોનો સમાવેશ થાય છે, જ્યારે તેના સંચાલિત પોર્ટફોલિયોમાં વધુ 55,487 પથારીઓ ધરાવતા 14 પરિસરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઈંક્ષમશફ અને ઞઅઊમાં 18 શાળાઓ પણ છે.
શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન ઊહયદફયિંના માલિકીના પોર્ટફોલિયોની ઉપયોગિતા 89.37 ટકા રહી હતી. ઊહયદફયિંએ 75 ટકાથી વધુ ઊઇઈંઝઉઅ માર્જિન નોંધાવ્યું છે, જેનો શ્રેય કંપની તેના કરાર આધારિત લીઝ મોડેલને આપે છે.
